________________
જડીને ભાતીગળ બનાવેલા-ચિત્રવાળા ભદ્રાસનમાં બેસે છે. બેસીને વિસામો લઈ ક્ષોભરહિત બની સુખાસનમાં સારી રીતે બેઠેલાં તે ક્ષત્રિયાણી સિદ્ધાર્થ ક્ષત્રિય પ્રત્યે તે તે પ્રકારની ઈષ્ટ યાવત્ મધુર ભાષાવડે વાત કરતાં-કરતાં આ પ્રમાણે બોલ્યાં.
૫૧] ખરેખર એમ છે કે હે સ્વામી ! આજે હું તેવા પ્રકારના ઉત્તમ બિછાનામાં સૂતીજાગતી પડી હતી, તેવામાં ચૌદ સ્વપ્નોને જોઈને જાગી ગઈ તે ચૌદ સ્વપ્નો હાથી વૃષભ વગેરે હતાં. તો તે સ્વામી ! એ ઉદાર એવા ચૌદ મહાસ્વપ્નોનું હું માનું છું તેમ કલ્યાણરુપ વિશેષ પ્રકારનું ફળ હશે?
પિર) ત્યાર પછી, તે સિદ્ધાર્થ રાજા ત્રિશલા ક્ષત્રિયાણી પાસેથી એ વાત સાંભળીને સમજીને હર્ષવાળો અને સંતુષ્ટ ચિત્તવાળો થયો, આનંદ પામ્યો, તેના મનમાં પ્રીતિ થઈ, મન ઘણું પ્રસન્ન થઈ ગયું, હર્ષને લીધે તેનું હૃદય ધડકવા લાગ્યું
અને મેઘની ધારાથી છંટાયેલ કદંબના સુગંધી ફૂલોની પેઠે તેનાં રોમ-રોમ ઊભાં થઈ ગયાં. આ રીતે ખુબ રાજી થયેલો સિદ્ધાર્થ તે સ્વપ્નો વિશે એક સામટો સામાન્ય વિચાર કરે છે, તે પછી સ્વપ્નોનો નોખો-નોખો વીગતથી વિચાર કરે છે, 13. વીગતથી વિચાર કરીને પછી તે પોતાની સ્વાભાવિક મતિ સહિતના બુદ્ધિ વિજ્ઞાન વડે તે સ્વપ્નોના વિશેષ ફળનો નોખો
1 પર
પહાણ ના
www
.sy.org