________________
פוס
છે
કોઈ
ઈ
[૪૯] ત્યાર પછી, આ એ પ્રકારના ઉદાર ચૌદ એવા મહાસ્વપ્નો જોઈને જાગેલી છતી તે ત્રિશલા ક્ષત્રિયાણી ભારે હરખ પામી, યાવત્ તેનું હૃદય આનંદને લીધે ધડકવા લાગ્યું તથા મેઘની ધારાઓથી છંટાયેલ કદંબનું ફૂલ જેમ ખિલી ઊઠે ઈ
તેમ તેણીનાં રૂંવેરૂંવાં આખા શરીરમાં ખિલી ઉઠયાં એવી એ ત્રિશલા રાણી પોતાને આવેલાં એ સ્વપ્નોને સાધારણ રીતે યાદ કરે છે, એ રીતે બરાબર યાદ કરીને પોતાની પથારીમાંથી ઊભાં થાય છે, ઊભાં થઈને પગ મૂકવાના પાદપીઠઊપરથી ઊતરે છે, ત્યાંથી ઊતરીને ધીમેધીમે અચપલપણે વેગ વગરની અને વિલંબ ન થાય એવી રાજહંસ સમાન ગતિએ ચાલતાં જ્યાં ક્ષત્રિય સિદ્ધાર્થનું શયન છે અને જ્યાં ક્ષત્રિયસિદ્ધાર્થ છે ત્યાં આવી પહોંચ્યાં, આવીને તે પ્રકારની કાનને મીઠી લાગે તેવી, પ્રીતી પેદા કરે તેવી, મનને ગમે તેવી, મનને પસંદ પડે તેવી, ઉદાર કલ્યાણરૂપ, શિવ-શાંતિકરનારી, ધન્યરૂપ, મંગલ કરનારી એવી સોહામણી રૂડી-રૂડી તથા હ્રદયંગમ, હૃદયને આલ્હાદ કરે તેવી, પ્રમાણસર મધુર અને મંજુલ ભાષાવડે વાતચિતો કરતાં-કરતાં તેઓ ક્ષત્રિય સિદ્ધાર્થને જગાડે છે.
ઈ
[૫૦] ત્યાર પછી, ક્ષત્રિય સિદ્ધાર્થની અનુમતિ પામેલાં તે ત્રિશલા ક્ષત્રિયાણી વિવિધ પ્રકારનાં મણિ અતે રત્નોને
JU