SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ લાઉ (UT) SI, ( પછી વળી, ચૌદમે સ્વપ્ન માતા ત્રિશલા અગ્નિને જુએ છે. એ અગ્નિની જ્વાલાઓ ખુબખુબ ફેલાયેલ છે તથા એમાં ધોળું ઘી અને પીળાશ પડતું મધ વારંવાર છંટાતું હોવાથી એમાંથી મુદ્દલ ધૂમાડો નીકળતો નથી એવો એ અગ્નિ ધખધખી રહ્યો છે, એની ધખધખતી જલતી જ્વાલાઓને લીધે તે સુંદર લાગે છે, વળી, એની નાની મોટી ઝાળો-જ્વાલાઓનો સમૂહ | એક બીજીમાં મળી ગયા જેવો જણાય છે તથા જાણે કે ઊંચે-ઊંચે સળગતી ઝાળોવડે એ અગ્નિ કોઈ પણ ભાગમાં | આકાશને પકવતો ન હોય એવો દેખાતો એ અતિશય વેગને લીધે ચંચળ દેખાય છે. તે ત્રિશલા માતા ચૌદમે સ્વપ્ન એવા અગ્નિને જુએ છે. [૧૪] [૪૮] એ પ્રમાણે ઉપર વર્ણવ્યાં એવાં એ શુભ, સૌમ્ય, જોતાં પ્રેમ ઊપજે એવાં, સુંદર રૂપવાળાં-રૂપાળાં સ્વપ્નોને જોઈને કમળની પાંખડી જેવાં નેત્રવાળાં અને હરખને લીધે અંગ ઉપરનું જેમનું રૂંવેરૂવું ખડું થયેલ છે તેવાં દેવી ત્રિશલા માતા પથારીમાં જાગી ગયાં. જે રાત્રે મોટા જશવાળા અરિહંત-તીર્થકર, માતાની કૂખમાં ગર્ભરૂપે આવે છે. તે રાતે તીર્થકરની બધી માતાઓ એ ચૌદે સ્વપ્નોને જુએ છે. Jan L im www Yory
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy