________________
ઈ
૪)
અવાજોથી એ પૂરેપૂરું ગાજતું દેખાય છે, વળી, પાણીથી ભરેલા વિપુલ મેઘની ગર્જનાના જેવા અવાજવાળા નિત્ય ગાજતા દેવદુંદુભિના મોટા અવાજ વડે જાણે આખાય જીવલોકને એ વિમાન ન ભરી દેતું હોય એવું એ ગાજે છે, કાળો અગર,
ઉત્તમ કંદરૂ-કિન્નરૂ, તુરકી ધૂપ વગેરે બળતા ધૂપોને લીધે મઘમઘી રહેલું એ વિમાન ગંધના ફેલાવાને લીધે મનોહર લાગે છે અને એ નિત્ય પ્રકાશવાળું, ધોળું, ઉજળી પ્રભાવાળું, દેવોથી શોભાયમાન, સુખોપભોગરૂપ એવું ઉત્તમોત્તમ વિમાન તે ત્રિશલાદેવી બારમા સ્વપ્નામાં જુએ છે. [૧૨]
פן 3 סול
[૪૬] ત્યાર પછી, માતા ત્રિશલા તેરમે સ્વપ્ન તમામ પ્રકારના રત્નોના ઢગલાને જુએ છે. એ ઢગલો ભોંતળ ઊપર રહેલો છે છતાં ગગનમંડળના છેડાને પોતાના તેજથી ચકચકત કરે છે, એમાં પુલક, વજ, ઈંદ્રનીલ, સાસગ, કર્કેતન, લોહીતાક્ષ, મરકત, મસારગલ્લ, પ્રવાલ, સ્ફટિક, સૌગંધિક, હંસગર્ભ, અંજન, ચંદનપ્રભ વગેરે ઉત્તમ રત્નોનો રાશિ
સરસ રીતે ગોઠવાયેલો છે, રત્નોનો એ ઢગલો ઊંચો મેરુપર્વત જેવો લાગે છે, એવાં રત્નોના રાશિ-ઢગલાને તે ત્રિશલાદેવી તેરમે સ્વપ્ન જુએ છે. [૧૩]
ધ
פיל
am, and es જી G
HT