________________
મોટી ગંગા જેવી મહાનદીઓના પ્રવાહો ભારે ધસારા બંધ પડે છે, એ વેગથી પડતા પ્રવાહોને લીધે એમાં ગંગાવર્ત નામની ભમરીઓ પેદા થાય છે, એ ભમરીઓને લીધે ભારે વ્યાકુળ થતાં દરિયાનાં પાણી ઊછળે છે, ઊછળીને પાછાં ત્યાં જ પડે છે, ભમ્યા કરે છે-ઘુમરી લે છે, એવાં ઘુમરીમાં ચક્કર-ચક્કર ફરતાં એ પાણી ભારે ચંચળ જણાય છે એવા એ ક્ષીરસમુદ્રને શરદઋતુના ચંદ્રસમાન સૌમ્યમુખવાળી તે ત્રિશલા માતા અગિયારમા સ્વપ્ન જુએ છે. [૧૧]
[૪૫] ત્યાર પછી વળી, માતા બારમે સ્વપ્ન ઉત્તમ દેવવિમાનને જુએ છે, એ દેવવિમાન ઊગતા સૂર્યમંડલની જેવી ચમકતી કાંતિવાળું છે, ઝળહળતી શોભાવાળું છે, એ વિમાનમાં ઉત્તમ સોનાના અને મહામણિઓના સમૂહમાંથી ઘડેલા ઉત્તમ એક હજાર અને આઠ ટેકા-થાંભલા-મૂકેલા છે તેથી એ ચમકતું દેખાતું વિમાન આકાશને વિશેષ ચમકતું બનાવે છે, એવું એ વિમાન સોનાના પતરામાં ચળકતી દિવ્યમાળાઓ લટકાવેલી છે, વળી એમાં વૃક, વૃષભ, ઘોડો, પુરુષ, મગર, પક્ષી, સાપ, કિન્નરો, રુરુમૃગો, શરભ, ચમરી ગાય, વિશેષ પ્રકારનાં જંગલી જનાવરો, હાથી, વનની વેલડી, કમળવેલ વગેરેનાં વિવિધ ભાતવાળાં ચિત્રો દોરેલાં છે તથા એમાં ગંધર્વો ગાઈ રહ્યાં છે, અને વાજાં વગાડી રહ્યાં છે તેથી એમના
હાજી ) ) ( ક ) ની
www
.gy