________________
વૃક્ષ સમાન અને કુલની વિશેષ વૃદ્ધિ કરનાર, એવા પુત્રને જન્મ આપશો. વળી, તે જનમનાર પુત્ર હાથેપગે સુકુમાળ, શરીર અને પાંચે ઈદ્રિયોથી પૂરો તથા જરાપણ ખોડ વગરનો હશે તથા એ, શરીરનાં તમામ ઉત્તમ લક્ષણોથી એટલે હાથપગની રેખાઓ વગેરેથી અને વ્યંજનોથી એટલે તલ, મસ વગેરેથી યુક્ત હશે. એના શરીરનું માન, વજન અને ઉંચાઈ એ પણ બધું બરાબર હશે તથા એ પુત્ર સર્વાગે સુજાત, સુંદર, ચંદ્રસમાન સૌમ્યકાંતિવાળો, કાંત, પ્રિય લાગે એવો અને દર્શન કરવું ગમે એવો હશે અર્થાત્ હે દેવાનુપ્રિયે ! તમે ઉપર વર્ણવ્યા તેવા ઉત્તમ પુત્રને જનમ આપશો.
[૫૪] વળી, તે પુત્ર જ્યારે પોતાનું બાળપણ પૂરું કરી ભણીગણી બરાબર ઘડાઈ તૈયાર થઈ યૌવન અવસ્થાએ પહોંચશે ત્યારે શૂર થશે, વીર થશે, પરાક્રમી થશે, એની પાસે વિશાળ સેના તથા વાહનો વિપુલ થશે, અને તમારો એ પુત્ર રાજ્યનો ધણી એવો રાજા થશે. માટે હે દેવાનુપ્રિયે ! તમે જે મહાસ્વપ્નો દીઠાં છે તે બધાં ભારે ઉત્તમ છે એમ કહીને થાવત્ બે વાર, ત્રણ વાર પણ એમ કહીને તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની ભારે પ્રશંસા કરે છે. | [૫૫] ત્યાર પછી, તે ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજા પાસેથી એ વાત સાંભળી, સમજી ભારે હરખાણી, સંતોષ