SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ D B Biાં લાગે એવી એ પથારી સુંવાળી હતી, એ પથારી ઉપર ધોએલો એવો અળસીના કપડાનો ઓછાડ બીછાવેલો હતો. એમાં રજ ન પડે માટે આખી પથારી ઉપર એક મોટું કપડું ઢાંકેલું હતું, મચ્છરો ન આવે માટે તેની ઉપર રાતા કપડાની | H મચ્છરદાની બાંધેલી હતી, એવી એ સુંદર, કમાવેલું ચામડું, રૂનાં પુંભડાં, બૂરની વનસ્પતિ, માખણ અને આકડાનું રૂ એ તમામ સૂવાળી વસ્તુઓની જેવી સુંવાળી તથા સેજ-પથારી સજવાની કળાના નિયમ પ્રમાણે પથારીની આસપાસ અને ઉપર પણ સુગંધી ફૂલો, સુંગંધી ચૂર્ણો વેરેલાં હોવાથી સુગંધિત બનેલી તે પથારીમાં પડેલી સૂતીજાગતી અને કાંઈક ઉંઘતી ત્રિશલા ક્ષત્રિયાણી આગલી રાતનો અંત આવતાં અને પાછલી રાતની શરૂઆત થતાં બરાબર મધરાતે, આ એ પ્રકારનાં ઉદાર ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગી ગઈ. તે ચૌદ મહાસ્વપ્નો આ પ્રમાણે છે. ૧ હાથી, ૨ વૃષભ, ૩ સિંહ, ૪ અભિષેક, ૫ માળા, ૬ ચંદ્ર, ૭ સૂર્ય, ૮ ધ્વજ, ૯ કુંભ, ૧૦ પધોથી ભરેલું સરોવર, ૧૧ સમુદ્ર, ૧૨ વિમાન કે ભવન, ૧૩ રતનનો ઢગલો અને ૧૪ અગ્નિ. | [૩૪] હવે તે ત્રિશલા ક્ષત્રિયાણીએ સૌથી પહેલાં સ્વપ્નોમાં હાથીને જોયો, એ હાથી ભારે અજવાળો, ચાર = 2 ) જી ) Claim eu Tu Tલાક નાણા www a brey.org
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy