________________
દાંતવાળો, ઊંચો, ગળી ગયેલા ભારે મેઘની સમાન ધોળો તથા ભેગો કરેલો મોતીનો હાર, દૂધનો દરિયો, ચંદ્રનાં કિરણો, પાણીનાં બિંદુઓ રૂપાનો મોટો પહાડ એ બધા પદાર્થો જેવો ધોળો હતો. એ હાથીના ગંડસ્થળમાંથી સુગંધી મદ ઝર્યા કરે છે અને સુગંધથી ખેંચાયેલા ભમરાઓ ત્યાં ટોળે મળ્યા છે એવું એના પોળનું મૂળ છે, વળી, એ હાથી દેવોના રાજાના હાથી જેવો છે-ઐરાવણ હાથી જેવો છે, તથા પાણીથી પરિપૂર્ણ રીતે ભરેલા વિપુલ મેઘની ગર્જના જેવો ગંભીર અને મનોહર એવો એ હાથીનો ગુલગુલાટ છે તથા એ હાથી શુભ છે, તમામ જાતનાં શુભ લક્ષણોથી અંકિત છે તથા એ હાથીના સાથળ ઉત્તમ છે એવા હાથીને ત્રિશલાદેવી પહેલા સ્વપ્નામાં જુએ છે. [૧]
[૩૫] ત્યાર પછી વળી, ધોળાં કમળની પાંખડીઓના ઢગલાથી પણ વધારે રૂપની પ્રભાવાળા, કાંતિના અંબારના ફેલાવાને લીધે સર્વ બાજુઓને દીપાવતા, જેની કાંધ જાણે અતિશય શોભાને લીધે હલહલ ન થતી હોય એવી કાંતિવાળી શોભતી અને મનોહર કાંધવાળા તથા જેની રુંવાટી ઘણી પાતળી ચોખી અને સુંવાળી છે અને એવી રુંવાટીને લીધે જેની કાંતિ ચકચકિત થાય છે એવા, જેનું અંગ સ્થિર છે, બરાબર બંધાયેલ છે, માંસથી ભરેલ છે, તગડું છે અને બરાબર
tired.org