________________
ચકચકિત કરેલું અને સુંવાળું બનાવેલું હતું તથા એમાં ઊંચે ઉપરના ભાગની છતમાં ભાતભાતનાં ચિત્રો દોરેલાં હતાં, ત્યાં મણિ અને રતનના દીવાને લીધે અંધારું નાસી ગએલું હતું, એ વાસધરની નીચેની ફરસબંધી તદ્દન સરખી હતી અને તે ઉપર વિવિધ પ્રકારના સાથિયા વગેરે કોરીને તેને વધુ સુંદર બનાવવામાં આવેલી હતી, ત્યાં પાંચ રંગનાં સુંદર સુગંધી ફૂલો |
જ્યાં ત્યાં વેરીને તે ઓરડાને સુગંધિત બનાવેલો હતો, કાળો અગર, ઉત્તમ કુદરૂ, તુરકીધૂપ વગેરે વિવિધ પ્રકારના ધૂપો ત્યાં સળગતા રહેતા હોવાથી એ ઓરડો મધમધી રહ્યો હતો અને તે ધૂપોમાંથી પ્રગટ થતી સુગંધીને લીધે તે ઓરડો સુંદર બનેલો હતો, બીજા પણ સુગંધી પદાર્થો ત્યાં રાખેલા હોવાથી તે, સુગંધ થઈ રહ્યો હતો અને જાણે કે કોઈ ગંધની વાટની પેઠે અતિશય મહેકી રહ્યો હતો.
તે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા ઉત્તમ સુશોભિત ઓરડામાં તે તેવા પ્રકારની પથારીમાં પડી હતી. જે પથારી, ઉપર સૂનારના આખા શરીરના માપની હતી. બન્ને બાજુએ-માથા તરફ અને પગ તરફ-પણ ઓશીકાં ગોઠવેલાં હતાં, એ પથારી | બન્ને બાજુથી ઉંચી હતી અને વચ્ચે નમેલી તથા ઊંડી હતી; વળી, ગંગા નદીના કાંઠાની રેતી પગ મૂકતા જેમ સુંવાળી