SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ $ D પર રહેલાં અસ્વચ્છ પરમાણુ પુદ્ગલોને દૂર કરીને સ્વચ્છ પરમાણુ પુદ્ગલોને ફેંકે છે-વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણે ગોઠવે છે, આ રીતે બધું બરાબર ગોઠવીને તે દેવ, જે દિશામાંથી આવ્યો હતો તે જ દિશા તરફ પાછો ચાલ્યો ગયો. [૨૮] હવે જે ગતિથી આવ્યો હતો, તે ઉત્તમ પ્રકારની, તરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી ગતિઓ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીધ્ર દિવ્ય દેવગતિ વડે પાછો તીરછે અસંખ્ય દ્વીપો અને સમુદ્રોની વચ્ચોવચ્ચ થતો અને હજારહજાર જોજનની મોટી ફાળો ભરતો-એ રીતે ઊંચે ઊપડતો તે દેવ જે તરફ સૌધર્મ નામના કલ્પમાં સૌધર્માવલંસક નામના વિમાનમાં શક્ર નામના સિંહાસણમાં દેવેન્દ્ર દેવરાજ શક્ર બેઠેલો છે તે જ બાજુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેન્દ્ર દેવરાજ શક્રની એ આજ્ઞાને તરત જ પાછી સોંપી દે છે અર્થાત્ આપે જે આજ્ઞા કરેલી તેનો મેં અમલ કરી દીધો છે એમ જણાવે છે. [૨૯] તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ મને ફેરવીને બીજે લઈ જવામાં જ હતી Jan Mo
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy