________________
ભાગમાં એટલે ઈશાનખૂણા તરફ જાય છે, ત્યાં જઈને વૈક્રિયસુમુદ્દઘાત વડે પોતાના શરીરને બદલવાનો પ્રયત્ન કરે છે, એમ કરીને તે પોતાના શરીરમાં રહેલા આત્માના પ્રદેશોના સમૂહને અને કર્મપુલના સમૂહને સંખ્યય યોજનાના લાંબા ન દંડના આકારે શરીરમાંથી બહાર કાઢે છે. તેમ કરતાં તે દેવ, ભગવંતને એક ગર્ભમાંથી ખસેડીને બીજા ગર્ભમાં સ્થાપિત કરવા સારુ પોતાના શરીરને નિર્મળ-ઘણું સારું-બનાવવા માટે એ શરીરમાં રહેલા સ્થૂલ પુદ્ગલ પરમાણુઓને ખંખેરી કાઢે છે અર્થાત્ એ પુદ્ગલ પરમાણુઓ જેમકે રતનનાં, વજન, વૈડૂર્યનાં, લોહિતાક્ષનાં, મસારગલ્લનાં, હંસગર્ભનાં, પુલકનાં, સૌગંધિકનાં, જ્યોતિરસનાં, અંજનનાં, અંજનપુલકનાં, રજતનાં, જાતરૂપનાં, સુભગનાં, અંકનાં, સ્ફટિકનાં અને રિષ્ટનાં એ તમામ જાતનાં રત્નોની જેવાં સ્થૂલ છે તો એવાં પોતાનાં શરીરમાં જે સ્થૂલ પુદ્ગલ પરમાણુઓ છે તેને ખેરવી નાખે છે અને તેની જગ્યાએ સૂક્ષ્મ પુદ્ગલોને એટલે સારરૂપ એવાં સારાં પુગલોને ગ્રહણ કરે છે.
[૨૭] એ રીતે ભગવંતની પાસે જવા માટે પોતાના શરીરને સરસ બનાવવા સારુ સારાં સારાં સૂક્ષ્મ પુદ્ગલોને ગ્રહણ કરીને ફરીવાર પણ વૈક્રિયસમુદ્યાત કરે છે, એમ કરીને પોતાના મૂળ શરીર કરતા જુદું એવું બીજું ઉત્તમ પ્રકારની,
Jain
E
n menai
Pres
ume Only
www
ry.org