________________
ઉત્તમ ગંધહસ્તી જેવા, ૩ સર્વલોકમાં ઉત્તમ, સર્વલોકમાં નાથ, સર્વલોકનું હિત કરનારા, સર્વલોકમાં દીવા સમાન સર્વલોકમાં પ્રકાશ પહોંચાડનારા, ૪ અજ્ઞાનથી અંધ બનેલા લોકોને આંખ સમાન શાસ્ત્રની રચના કરનારા, એવા જ લોકોને માર્ગ બતાવનારા, શરણ આપનારા અને જીવનને આપનારા એટલે કદી મરવું ન પડે એવા જીવનને મુક્તિને દેનારા તથા બોધિબીજને-સમક્તિને આપનારા.૫ ધર્મને દેનારા, ધર્મનો ઉપદેશ કરનારા, ધર્મના નાયક, ધર્મરૂપ રથને ચલાવનારા સારથી સમાન, અને ચાર છેડાવાળા ધર્મરૂપ જગતના ઉત્તમ ચક્રવર્તી, ૬ ક્યાંય પણ અલના ન પામે એવાં ઉત્તમ જ્ઞાન અને દર્શનને ઘરનારા, ઘાતકર્મ તદ્દન ખસી ગયેલ છે તેવા, ૭ જિન-રાગદ્વેષ વગેરે આંતરશત્રુઓને
નારા અને જિતાડનારા, ભવસાગરથી તરેલા તથા તારનારા, પોતે જાતે બોધને પામેલા બીજાઓને બોધ આપનારા, મુક્તિને પામેલા અને બીજાઓને મુક્તિ સુધી પહોંચાડનારા, ૮. | સર્વજ્ઞ-બધું જાણનારા, બધું જોનારા, જે પદ શિવરૂપ છે, અચલ છે, રોગ વગરનું છે, અંત વગરનું છે, ક્ષય વિનાનું
છે, કોઈ પણ પ્રકારની પીડા વગરનું છે અને જ્યાં પહોંચ્યા પછી કદી પાછું ફરવું પડતું નથી એવા સિદ્ધિગતિ નામના કે પદને પહોંચેલા તથા ભયને જીતી ગયેલા એવા જિનોને નમસ્કાર થાઓ.
Bydry