________________
સિંહાસન ઉપરથી ઉભો થઈ પોતાના પાદપીઠ ઉપરથી નીચે ઉતરે છે, પાદપીઠ ઉપરથી નીચે ઉતરી તે, મરકત અને ઉત્તમ રિઝ તથા અંજન નામના રત્નોએ જડેલી અને ચળકતાં મણિરત્નોથી સુશોભિત એવી પોતાની મોજડીઓ ત્યાં જ પાદપીઠ પાસે ઉતારી નાખે છે, મોજડીઓને ઉતારી નાખી તે પોતાના ખભા ઉપર ખેસને જનોઈની પેઠે ગોઠવીને એટલે
એકવડું ઉત્તરાસંગ કરે છે, એ રીતે એકવડું ઉત્તરાસંગ કરીને તેણે અંજલિ કરવા સાથે પોતાના બે હાથ જોડયા અને એ | રીતે તે તીર્થકર ભગવંતની બાજુ લક્ષ્ય રાખી સાત આઠ પગલાં તેમની સામે જાય છે, સામે જઈને તે ડાબો ઢીંચણ ઊંચો | sી.
કરે છે, ડાબો ઢીંચણ ઊંચો કરીને તે જમણા ઢીંચણને ભોતળ ઊપર વાળી દે છે, પછી માથાને ત્રણવાર ભોયતળ ઊપર લગાડી પછી તે થોડો ટટ્ટાર બેસે છે. એ રીતે ટટ્ટાર બેસીને કડાં અને બહેરખાંને લીધે ચપોચપ થઈ ગયેલી પોતાની બન્ને ભુજાઓને ભેગી કરે છે. એ રીતે પોતાની બન્ને ભુજાઓને ભેગી કરીને તથા દશ નખ એકબીજાને અડે એ રીતે બન્ને હથેળીઓને જોડી માથું નમાવી મસ્તકે અંજલિ કરીને તે આ પ્રમાણે બોલ્યોઃ
[૧૬] અરહંત ભગવંતને નમસ્કાર થાઓ, ૧ તીર્થનો પ્રારંભ કરનારા એવા તીર્થકરોને, પોતાની જ મેળે બોધ પામનારા સ્વયંસંબુદ્ધોને, ૨ પુરુષોમાં ઉત્તમ અને પુરુષોમાં સિંહસમાન, પુરુષોમાં ઉત્તમ કમળસમાન અને પુરુષોમાં