________________
છે, થાકેલો હોય છે, કદાચ તે રસ્તામાં મૂછ પામે અથવા પડી જાય તો ચોક્કસ દિશા તરફ કે ચોક્કસ વિદિશા તરફ તેઓ ગયા હોય તે તરફ શ્રમણ ભગવંતો તપસ્વિની શોધ કરી શકે છે. | [૨૮] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને ગ્લાન-માંદાના કારણને લીધે યાવત્ ચાર કે પાંચ યોજન સુધી જઈને પાછા વળવાનું ખપે. અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું પણ ખપે, પરંતુ જે કાર્ય સારું જે દિવસે જ્યાં ગયા હોય ત્યાંનું કાર્ય પૂરું થયા પછી ત્યાંથી તુરત નીકળી જવું જોઈએ ત્યાં રાત વીતાવવી ન ખપે અર્થાત્ રાત તો પોતાના સ્થાનમાં જ વીતાવવી ખપે.
[૨૯] એ પ્રમાણેના આ સ્થવિરકલ્પને સૂત્રમાં કહ્યા પ્રમાણે, કલ્પના-આચારના-ધોરણ પ્રમાણે ધર્મમાર્ગને અનુસાર, જે રીતે સાચું હોય એ રીતે શરીરદ્વારા સ્પર્શીને-ક્રિયામાં મૂકીને, બરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા સુશોભન રીતે દીપાવીને, તીરસુધી લઈ જઈને-જીવનના છેડા સુધી પાળીને, બીજાને સમજાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિગ્રંથો તે જ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે,
a
prayog