________________
g
(PT પરિનિર્વાણ પામે છે અને સર્વદુઃખોના અંતને કરે છે. બીજા કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે યાવતું સર્વ દુઃખોના
અંતને કરે છે, વળી તે રીતે સ્થવિરકલ્પને આચરનારા સાત કે આઠ ભવથી અગળ ભમતા નથી અર્થાત એટલા ભવની અંદર સિદ્ધ થાય છે યાવત્ સર્વદુઃખોના અંતને કરે છે.
[૨૯૧] તે કાલે તે સમયે રાજગૃહ નગરમાં ગુણશિલ ચૈત્યમાં ઘણા શ્રમણોની, ઘણી શ્રમણીઓની, ઘણા શ્રાવકોની, ઘણી શ્રાવિકાઓની, ઘણા દેવોની અને ઘણી દેવીઓની વચ્ચોવચ્ચ જ બેઠેલા શ્રમણ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે, ભાખે છે, જણાવે છે, પ્રરુપણા કરે છે અને પક્ઝોસવણાકપ્પ-પર્યુશમનાનો આચાર-ક્ષમાપ્રધાન-આચાર-નામના અધ્યયનને અર્થ સાથે, હેતુ સાથે, કારણ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર તથા અર્થ બન્ને સાથે અને સ્પષ્ટીકરણવિવેચન-સાથે વારંવાર દેખાડે છે-સમજાવે છે. એમ હું કહું છું.
પક્ઝોસવણાકપ્પ (નો અનુવાદ) સમાપ્ત થયો. આઠમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Enucation Intenational
For Prve
el use only
જArvjadharify.org