________________
પાટના બંધનની પક્ષે પક્ષે આરોપણા કરવી જોઈએ, અસ્ત્રાથી મુંડ થનારે માસે માસે મુંડ થવું જોઈએ, કાતરથી મુંડ થનારે અડધે માસે મુંડ થવું જોઈએ, લોચથી મુંડ થનારે છ માસે મુંડ થવું જોઈએ અને સ્થવિરોને વાર્ષિક લોચ કરવો ઘટે.
[૮૫] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને પર્યુષણા પછી અધિકરણવાળી વાણી એટલે હિંસા અસત્ય વગેરે દોષથી દૂષિત વાણી વરવી ન ખપે. જે નિગ્રંથ કે નિર્ચથી પર્યુષણા પછી એવી અધિકરણવાળી વાણી બોલે તેને તેમ કહેવું જોઈએ કે તે આર્ય! આ જાતની વાણી બોલવાનો આચાર નથી-તું જે બોલે છે તે અકથ્ય છે. આપણો તેવો આચાર નથી.' જે નિગ્રંથ કે નિર્ગથી પર્યુષણા પછી અધિકરણવાળી વાણી બોલે તેને જાથમાંથી બહાર કાઢી મૂકવો જોઈએ.
[૨૮૬] ખરેખર અહીં વર્ષાવાસ રહેલાં નિગ્રંથોને કે નિગ્રંથીઓને આજે જ પર્યુષણાને દિવસે જ કર્કશ અને કડવો કલેશ ઉત્પન્ન થાય તો શૈક્ષ-નાના-સાધુએ રનિક-વડિલ-સાધુને ખમાવવો ઘટે અને રનિકે પણ શૈક્ષને ખમાવવો ઘટે.
ખમવું, ખમાવવું, ઉપશમવું અને ઉપશમાવવું. (કલહ વખતે સાધુએ) સન્મતિ રાખીને સમીચીન રીતે પરસ્પર પૃચ્છા કરવાની વિશેષતા રાખવી જોઈએ.