________________
ન
[૨૮૧] વર્ષાવાસ રહેલાં નિગ્રંથોએ કે નિગ્રંથીઓએ શય્યા અને આસનનો અભિગ્રહ નહીં કરનારા થઈને રહેવું ન ખપે એમ થઈને રહેવું એ આદાન છે એટલે દોષોના ગ્રહણનું કારણ છે. - જે નિગ્રંથ કે નિગ્રંથી શય્યા અને આસનનો અભિગ્રહ નથી કરતાં. શય્યા કે આસન જમીનથી ઊંચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણ વિના (શધ્યા કે આસનને) બાંધ્યા કરે છે, માપ વગરનાં આસનો રાખે છે, આસન વગેરેને તડકો દેખાડતા નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, વારંવાર વારંવાર પડિલેહણા કરતા નથી અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા નથી તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી કઠણ પડે છે.
આ આદાન નથીઃ જે નિગ્રંથો કે નિર્ચથી શય્યા અને આસનનો અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતા હોય, તેમને વારંવાર પ્રયોજન વિના બાંધ્યા ન કરતા હોય, આસનો માપસર રાખતા હોય, શય્યા કે આસનોને તડકો દેખાડતા હોય, પાંચે સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણા કરતા હોય અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા હોય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે.
કરો
ના
brey.org