________________
પાણી માટે નીકળવું અથવા પેસવું ન ખપે, તથા અશન પાન ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવો ન ખપે, બહાર વિહારભૂમિ તરફ જવું ન ખપે, અથવા સજઝાય કરવાનું ન ખપે, કાઉસગ્ન કરવાનું, ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ન ખપે.
અહીં કોઈ એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તેઓ હાજર હોય તો તે ભિક્ષુએ તેમને-આ રીતે કહેવું ખપેઃ “હે આર્યો ! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખજો જેટલામાં હું ગૃહપતિના કુલ ભણી જઈ આવું યાવતું કાઉસગ્ગ કરી આવું, અથવા ધ્યાન માટે બીજા કોઈ આસનમાં ઊભો રહી આવું.” જો તે સાધુ કે સાધુઓ ભિક્ષુની વાતનો સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તો એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભણી આહાર, પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવત્ કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન સારું બીજા કોઈ આસનમાં ઊભા રહેવાનું ખપે, અને જો તે સાધુ કે સાધુઓ ભિક્ષુની વાતોનો સ્વીકાર ન કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તો એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભણી આહાર, પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવત્ કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન સારું કોઈ આસને ઊભા રહેવાનું ન ખપે.