________________
Angel
[૨૭૮] વર્ષાવાસ રહેલો ભિક્ષુ, કોઈ એક પ્રકારના પ્રશંસાપાત્ર, કલ્યાણકારી ઉપદ્રવોને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણ, સુશોભન અને મોટા પ્રભાવશાલી તપધર્મને સ્વીકારીને વિહરવા ઈચ્છે તો એ સંબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે સમજવું.
[૨૭૯] વર્ષાવાસ રહેલો ભિક્ષુ, સૌથી છેલ્લી મારણાંતિક સંખનાનો આશ્રય લઈ શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણીનો ત્યાગ કરી પાદપોપગત થઈ મૃત્યુનો અભિલાષ નહીં રાખતો વિહરવા ઈચ્છે અને એ સંલેખનાના હેતુથી ગૃહસ્થના કુલ ભણી નીકળવા ઈચ્છે, તે તરફ પેસવા ઈચ્છે, અશન પાન ખાદિમ કે સ્વાદિમનો આહાર કરવા ઈચ્છે, શૌચને કે પેશાબને પરઠવવા ઈચ્છે, સ્વાધ્યાય કરવા ઈચ્છે, ધર્મજાગરણ સાથે જાગવા ઈચ્છે, તો એ બધી પ્રવૃત્તિઓ સંબંધે પણ બધુ તે જ પૂર્વ પ્રમાણે સમજવું.
[૨૮૦] વર્ષાવાસ રહેલો ભિક્ષુ કપડાને, પાત્રને, કંબલને, પગપૂંછણાને, બીજી કોઈ ઉપધિને તડકામાં તપાવવા ઈચ્છે, અથવા વારંવાર તપાવવા ઈચ્છે તો અનેક જણને ચોક્કસ જણાવ્યા સિવાય તેને ગૃહપતિના કુલ ભણી આહાર,