SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ જી) 69 ક ઉ વ ા છે [૨૬૬] . હવે તે પ્રાણસૂમ શું કહેવાય? ઉ. પ્રાણસૂક્ષ્મ એટલે ઝીણામાં ઝીણા નરી આંખે ન જોઈ શકાય તેવાં બેઈદ્રિયવાળા વગેરે સૂમ પ્રાણો, પ્રાણસૂક્ષ્મના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે; ૧ કાળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૨ નીલા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૩ રાતા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૪ પીળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો, ૫ ધોળા રંગનાં સૂક્ષ્મ પ્રાણો. અનુર્ધારી કુંથુઆ-કંથવા નામનું સૂક્ષ્મ પ્રાણી છે, જે સ્થિર ન હોય ચાલતું હોય તો છvસ્થ નિગ્રંથો કે નિગ્રંથીઓની નજરમાં જલદી આવી શકે છે માટે છઘસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ વારંવાર જેને જાણવાની છે, જોવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની છે. [૬૭] પ્ર.- હવે તે પનકસૂક્ષ્મ શું કહેવાય? ( ઉ.- ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ પનકસૂક્ષ્મ, પનકસૂક્ષ્મના પાંચ પ્રકાર છે, ૧ કાળી પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, ૫ ધોળી પનક. પનક એટલે લીલફૂલ-ફૂગી-સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આંખે ન દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે. છઘસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાની છે, જોવાની છે અને પડિલેહવાની છે.
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy