________________
(૧) ત્યાં તે એકલા નિગ્રંથને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૨) ત્યાં તે એકલા નિગ્રંથને બે નિગ્રંથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૩) ત્યાં બે નિગ્રંથોને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ન ખપે. (૪) ત્યાં બે નિગ્રંથોને બે નિગ્રંથીઓની સાથે ભેગા રહેવું ન ખપે.
ત્યાં કોઈ પાંચમો સાક્ષી રહેવો જોઈએ, ભલે તે ક્ષુલ્લક હોય અથવા શુલ્લિકા હોય અથવા બીજાઓ તેમને જોઈ શક્તા હોય-બીજાઓની નજરમાં તેઓ આવી શક્તા હોય-અથવા ઘરનાં ચારે બાજુનાં બારણાં ઉઘાડાં હોય તો એ રીતે તેઓને એકલા રહેવું ખપે.
[૨૬] વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને જ્યારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતો હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે કાં તો ઉપાશ્રયની ઓથે નીચે ચાલ્યા જવું ખપે. ત્યાં એકલા નિગ્રંથને એકલી ઘરધણિયાણીની સાથે ભેગા રહેવું ન ખપે અહીં પણ પૂર્વ પ્રમાણે ચાર ભાંગા સમજવા.
G (D
Jain Educato Intematonal
For
me only
www
.brary.org