________________
પ્ર.- હે ભગવંત ! ‘તેમને એમ બોલવું નો ખપે’ એમ શા માટે કહો છો? ઉ.- એમ કહેવાથી શ્રદ્ધાવાળો ગૃહસ્થ તે વસ્તુને નવી ગ્રહણ કરે-ખરીદે અથવા એ વસ્તુને ચોરી પણ લાવે.
[૨૪] વર્ષાવાસ રહેલા નિત્યભાજી ભિક્ષુને ગોચરીના સમયે આહાર, પાણી માટે ગૃહસ્થનાં કુલ તરફ એકવાર નીકળવું ખપે અથવા તે તરફ એકવાર પેસવું ખપે, પણ શરત એ કે, જો આચાર્યની, ઉપાધ્યાયની, તપસ્વીની કે માંદાની સેવાનું કારણ ન હોય અને જેમને દાઢીમૂછ કે બગલના વાળ નથી આવ્યા એવો નાનો ભિક્ષુ કે ભિક્ષુણી ન હોય અર્થાત્ આચાર્ય વગેરેની સેવાનું કારણ હોય તો એકથી પણ વધારે વાર ભિક્ષા માટે જવું ખપે અને ઊપર કહ્યો તેવો ભિક્ષુ નાનો હોય કે ભિક્ષુણી નાની હોય તો પણ એકથી વધારે વાર ભિક્ષા માટે નીકળવું ખપે.
[૨૪૧] વર્ષાવાસ રહેલા ચતુર્થભક્ત કરનારા ભિક્ષુને સારુ આ આટલી વિશેષતા છે કે તે ઉપવાસ પછીની સવારે ગોચરી સારુ નીકળીને પ્રથમ જ વિકટક એટલે નિર્દોષ ભોજન જમીને અને નિર્દોષ પાનક પીને પછી પાત્રને ચોકખું કરીને
T TTTTS