________________
ગૃહસ્થોએ પોતાને માટે સારાં કરેલાં હોય છે, ગૃહસ્થોએ વાપરેલાં હોય છે અને પોતાને રહેવા સારુ જીવજંતુ વગરનાં બનાવેલાં હોય છે માટે તે કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ | વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.” | [૨૬ થી ૨૩૦] જેવી રીતે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે તેવી રીતે ગણધરો, ગણધરોના શિષ્યો, સ્થવિરો, જેઓ આજકાલ શ્રમણ નિગ્રંથો વિહરે છે, વિદ્યમાન છે તેઓ, તથા આચાર્યો, ઉપાધ્યાયો પણ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
[૩૧] જેમ અમારા આચાર્યો, ઉપાધ્યાયો યાવતુ વર્ષાવાસ રહે છે. તેમ અમે પણ વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહિયે છીયે.
એ સમય કરતાં વહેલું વર્ષાવાસ રહેવું ખપે, તે રાતને ઊલંઘવી ન ખપે અર્થાત્ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલ્લી રાતને ઊલંઘવી ન ખપે એટલે એ છેલ્લી રાત પહેલાં જ વર્ષાવાસ કરી દેવો જોઈએ.