________________
| સામાચારી) [૨૪] તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુનો વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી એટલે અષાડ ચોમાસું બેઠા પછી પચાસ દિવસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે.
[૨૫] પ્ર.- હવે હે ભગવાન્ ! કયા કારણથી એમ કહેવાય છે કે “શ્રમણ ભગવાન મહાવીર વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસ વીતી ગયા પછી વર્ષાવાસ રહેલા છે ?
ઉ.. કારણકે ઘણું કરીને તે સમયે ગૃહસ્થોનાં ઘરો તેમની બધી બાજુએ સાદડીથી કે ટટ્ટીથી ઢંકાયેલાં હોય છે, ધોળાએલાં હોય છે, છાજેલાં-ચાળેલાં કે છાજાવાળાં હોય છે, લીંપેલાં હોય છે, ચારે બાજુ વંડીથી કે વાડથી સુરક્ષિત હોય છે, ઘસીને-ખાડાખડિયા પૂરીને-સરખાં કરેલાં હોય છે, ચોખાં સુંવાળાં કરેલાં હોય છે, સુગંધિત ધૂપોથી સુગંધી કરેલાં હોય છે, પાણી નીકળી જવા માટે નીકોવાળાં બનાવેલાં હોય છે અને બહાર ખાળોવાળાં તૈયાર થયેલાં તથા તે ઘરો
JDC $) ) SSC- હા (0)
Jain Education International
For
Ume only
www.inelibrary.org
IT in