________________
સ્થવિર અજ્જસેણિઅથી અજ્જસેણિયા શાખા નીકળી. સ્થવિર આર્યતાપસથી આર્યતાપસી શાખા નીકળી. સ્થવિર આર્યકુબેરથી આર્યકુબેરી શાખા નીકળી. સ્થવિર આર્યઈસિપાલિતથી અર્જાઈસિપાલિયા શાખા નીકળી.
[૨૦] જાતિસ્મરણજ્ઞાનવાળા કૌશિકગોત્રી આર્યસિંહગિરિ સ્થવિરને આ ચાર સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે, ૧ સ્થવિર ધનગિરિ, ૨ સ્થવિર આર્યવજ, ૩ સ્થવિર આર્યસમિઅ અને ૪ સ્થવિર અરહદત્ત.
સ્થવિર આર્યસમિથિી અહીં બંભદેવીયા શાખા નીકળી. ગૌતમ ગોત્રી સ્થવિર આર્યવજથી અહીં આર્યવજ શાખા નીકળી.
[૨૧] ગૌતમગોત્રી સ્થવિર આર્યવજને આ ત્રણ સ્થવિરો પુત્ર સમાન પ્રખ્યાત અંતેવાસી હતા. તે જેમકે ૧ સ્થવિરા આર્યવજસણ, ૨ સ્થવિર આર્યપ૨, ૩ સ્થવિર આર્યરથ.
સ્થવિર આર્યવજસણથી આર્યનાઈલી શાખા નીકળી. સ્થવિર આર્યપઘથી આર્યપવા શાખા નીકળી. સ્થવિર આર્યરથથી આર્યજયંતી શાખા નીકળી.