________________
૧૬૧
am
פיס
પછી જ્યારે તે હેમંત ઋતુનો ચોથો માસ, સાતમો પક્ષ એટલે ફાગણ માસની વિદ અગીયારશના પક્ષે દિવસના આગળના
ભાગમાં પુરિમતાલ નગરની બહાર શકટમુખ નામના ઉદ્યાનમાં વડના ઉત્તમ ઝાડની નીચે રહીને ધ્યાન ધરતાં તેમણે પાણી વગરના અક્રમનું તપ કરેલું હતું એ સમયે આષાઢા નક્ષત્રનો જોગ થતાં એ રીતે ધ્યાનમાં વર્તતા તેમને અનંત એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન ઉત્પન્ન થયું.
[૧૯૭] કૌશલિક અરહંત ૠષભને ચોરાશી ગણો અને ચોરાશી ગણધરો હતા.
કૌશલિક અરહંત ૠષભના ઋષભસેન પ્રમુખ ચોરાશી હજાર શ્રમણોની, બ્રાહ્મી વગેરે ત્રણ લાખ આર્યાઓની, સિજ્જીસ (શ્રેયાંસ) પ્રમુખ ત્રણ લાખ અને પાંચ હજાર શ્રાવકોની, સુભદ્રા પ્રમુખ પાંચ લાખ અને ચોપન હજાર શ્રાવિકાઓની, જિન નહીં પણ જિનની જેવા ચાર હજાર સાતસેને પચાસ ચૌદપૂર્વધરોની, નવ હજાર અવધિજ્ઞાનીઓની, વીશ હજાર કેવજ્ઞાનિઓની, વીશ હજાર અને છસે વૈક્રિયલબ્ધિવાળાઓની, અઢીદ્વીપમાં અને બે સમુદ્રમાં વસતા પર્યાપ્ત સંશી પંચેદ્રિયોના મનોભાવને જાણનારા એવા વિપુલમતિજ્ઞાનવાળાઓની બાર હજાર છસેને પચાસ, બાર હજાર છસેને
J
DD A DO
ઈંઈં