________________
[૧૮] અરહંત વિમલને કાલગત થયાંને સોળ સાગરોપમ વીતી ગયાં અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશ કહ્યું છે તેમ જાણવું.
[૧૯] અરહંત વાસુપૂજ્યને કાલગત થયાંને છેતાળીશ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલિ વિશે કહ્યું છે તેમ જાણવું.
[૧૮૦] અરહંત શ્રેયાંસને કાલગત થયાંને એકસો સાગરોપમ જેટલો સમય વીતી ગયો ત્યાર બાદ પાંસઠ લાખ વરસ વીત્યે ઈત્યાદિ બધું જેમ મલ્લિ વિશે કહ્યું છે તેમ જાણવું.
[૧૮૧] અરહંત શીતળને કાલગત થયાંને બેતાળીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ એટલા સમયથી ઊણાં એક ક્રોડ સાગરોપમ વીતી ગયાં પછી એ સમયે મહાવીર નિર્વાણ પામ્યા અને ત્યાર પછી પણ આગળ નવસે વરસો વીતી ગયાં અને હવે તે ઉપરાંત દસમા સૈકાનો આ એશીમા વરસનો સમય ચાલે છે.
[૧૮૨] અરહંત સુવિધિને કાલગત થયાને દસ ક્રોડ સાગરોપમ જેટલો સમય વીતી ગયો અને બાકી બધું જેમ