________________
બાકી બધું શ્રીભગવાન મહાવીરના પ્રકરણમાં આવ્યા પ્રમાણે જ સમજવું. વિશેષમાં ભગવાનનું નામ પાર્થ રાખેલ હતું.
[૧૫૨] પુરુષાદાનીય અરહંત પાર્થ દક્ષ હતા, દક્ષ પ્રતિજ્ઞાવાળા, ઉત્તમ રૂપવાળા, સર્વ ગુણોથી યુક્ત, ભદ્ર અને વિનયવાળા હતા. તેઓ એ રીતે ત્રીશ વરસ સુધી ઘરવાસ વચ્ચે વસ્યા, ત્યાર પછી વળી જેમનો કહેવાનો આચાર છે એવા લોકાંતિક દેવોએ આવીને તે પ્રકારની ઈષ્ટ વાણી દ્વારા આ પ્રમાણે કહ્યું.
હે નંદ ! તારો જય થાઓ, જય થાઓ, હે ભદ્ર ! તારો જય થાઓ જય થાઓ યાવતુ “તે દેવો એ રીતે “જયજય’ શબ્દનો પ્રયોગ કરે છે.”
[૧૫૩] પુરુષાદાનીય અરહંત પાર્થને માનવદેહે ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો તે પહેલાં પણ ઉત્તમ આભોગિક જ્ઞાન હતું ઈત્યાદિ તે બધું શ્રી ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે કહેવું યાવતું દાયિકોમાં ભાગના હકદારોમાં-દાનને બરાબર વહેંચીને જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ એટલે પોષ માસની વદિ પક્ષની અગ્યારશનો દિવસ આવ્યો ત્યારે દિવસના પૂર્વ ભાગને સમયે એટલે દિવસને ચડતે પહોરે વિશાલા શિબિકામાં બેસીને દેવો, માનવો અને અસુરોની મોટી સભા સાથે