________________
છે A B
વાણારસી નગરીમાં અશ્વસેન રાજાની રાણી વામાદેવીની કુક્ષિમાં રાતનો પૂર્વ ભાગ અને પાછલો ભાગ જોડાતો હતો એ સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રનો યોગ થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા.
[૧૫] પુરુષાદાનીય અરિહંત પાર્થ ત્રણ જ્ઞાનથી યુક્ત હતા, તે જેમકે; “હું ચવીશ” એમ તે જાણે છે, ઈત્યાદિ બધું શ્રી ભગવાન મહાવીરના ચરિત્ર પ્રમાણે સમજવું.
[૧૫૧] તે કાલે તે સમયે જે તે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજો પક્ષ અને પોષ મહિનાની વદિ દશમના પક્ષે નવ માસ બરાબર પૂરા થયા પછી અને તેમની ઉપર સાડાસાત રાતદિવસ વીતી ગયા પછી રાતનો પૂર્વભાગ તથા પાછલો | ભાગ જોડાતો હતો તે સમયે-મધરાતે-વિશાખા નક્ષત્રનો યોગ થતાં આરોગ્યવાળી માતાએ આરોગ્યપૂર્વક પુરુષાદાનીય અરિહંત પાર્થ નામના પુત્રને જન્મ આપ્યો.
અને જે રાતે પુરુષાદાનીય અરહંત પાર્થ જન્મ પામ્યા તે રાત ઘણા દેવો અને દેવીઓ વડે ઝળહળાટવાળી થઈ હતી | અને દેવો તથા દેવીઓની આવજાને લીધે કોલાહલવાળી પણ થઈ હતી.
== a ) -
Gી જાણ
Lain Educatan International
For
Para Une Only
www.
libr .org