SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પુરુષાદાનીય અરહંત પાર્શ્વનાથ [૧૪૮] તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પંચ વિશાખાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગોમાં વિશાખા નક્ષત્ર આવેલું હતું. જેમકે; તે ૧ પાર્શ્વ અરહંત વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨ વિશાખા નક્ષત્રમાં જન્મ્યા. ૩ વિશાખા નક્ષત્રમાં મુંડ થઈને ઘરની બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી. ૪ વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્તમોઉત્તમ, વ્યાધાત વગરનું, આવરણ વગરનું, પ્રતિપૂર્ણ એવું ઉત્તમ કેવળજ્ઞાનદર્શન પેદા થયું અને ૫ વિશાખા નક્ષત્રમાં નિર્વાણ પામ્યા. [૧૪] તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત, જે તે ગ્રીષ્મઋતુનો પ્રથમ માસ, પ્રથમ પક્ષ અને ચૈત્ર મહિનાની વદિ ચોથના પક્ષમાં વીશ સાગરોપમની આયુષ્ય મર્યાદાવાળા પ્રાણત નામના કલ્પ-સ્વર્ગમાંથી આયુષ્ય પૂરું થતાં દિવ્ય આહાર, દિવ્ય જન્મ અને દિવ્ય શરીર છૂટી જતાં તરત જ ચવીને અહીં જ જંબુદ્વીપ નામના દ્વીપમાં ભારત વર્ષમાં
SR No.600026
Book TitleBarsasutra
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijayji
PublisherJain Shwetambar Murtipujak Sangh Kolhapur
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy