________________
( PSE
ઈત્યાદિ શ્રી ભગવાન મહાવીરની હકીકત પ્રમાણે જ કહેવું. અહીં વિશેષતા એ કે ‘પાર્શ્વનાથ ભગવાન વારસી નગરીની વચ્ચોવચ્ચ થઈને નીકળે છે, નીકળીને જે તરફ આશ્રમપદ નામનું ઉદ્યાન છે તે ઉદ્યાનમાં અશોકનું ઉત્તમ વૃક્ષ છે તે તરફ જાય છે, જઈને અશોક વૃક્ષની નીચે શિબિકાને ઊભી રખાવે છે, શિબિકામાંથી નીચે ઊતરે છે, ઉતરીને પોતાની જ મેળે આભરણો માળાઓ અને બીજા અલંકારોને નીચે મૂકે છે, નીચે મૂકીને પોતાની જ મેળે પંચમુષ્ટિક લોચ કરે છે, લોચ કરીને પાણી વગરનો અટ્ટમભક્ત કરવા સાથે તેમને વિશાખા જોગ આવતાં એક દેવદૂષ્યને લઈને બીજા ત્રણસેં પુરુષો સાથે મુંડ થઈને ઘરવાસથી નીકળીને અનગારદશાને સ્વીકારી.
[૧૫૪] પુરુષાદાનીય અરહંત પાર્થે હમેશાં શરીર તરફના લક્ષ્યને વોસરાવેલ હતું. શારીરીક વાસનાઓને તજી દીધેલ હતી એથી અનગાર દશામાં એમને જે કોઈ ઉપસર્ગો ઉપજે છે પછી ભલે તે ઉપસર્ગો દેવી હોય, માનવીએ કરેલા હોય કે પછી પશુ-પક્ષીઓ તરફથી થતા હોય, તે ત્રણ પ્રકારના ઉત્પન્ન થયેલા ઉપસર્ગોને એઓ નિર્ભયપણે સારી રીતે સહે છે, ક્રોધ આપ્યા વિના ખમે છે, ઉપસર્ગો તરફ તેમની સામર્થ્ય સાથેની તિતિક્ષાવૃત્તિ છે અને એઓ શરીરને બરાબર અચલ દ્રઢ રાખીને એ ઉપસર્ગોને પોતાના ઉપર આવવા દે છે.
છે.