________________
82 દીક) હUD ધ૭) ૧
વિહાર, વીર્ય, સરળતા, નમ્રતા, અપરિગ્રહભાવ, ક્ષમા, અલોભ, ગુપ્તિ, પ્રસન્નતા વગેરે ગુણોવડે અને સત્ય સંજમ તપ વગેરે જે જે ગુણોના ઠીક ઠીક આચરણને લીધે નિર્વાણનો માર્ગ એટલે સમ્યગુ દર્શન, સમ્યગુ જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ રત્નત્રય વિશેષ પુષ્ટ બને છે અને અર્થાત્ મુક્તિફળનો લાભ તદ્દન પાસે આવતો જાય છે, તે તે તમામ ગુણો દ્વારા આત્માને ભાવિત કરતા ભગવાન રહે છે અને એ રીતે વિહરતાં તેમનાં બાર વરસ વીતી જાય છે. અને તેરમા વરસનો વચગાળાનો ભાગ એટલે ભર ઉનાળાનો બીજો મહિનો અને ચોથો પક્ષ ચાલે છે, તે ચોથો પક્ષ એટલે વૈશાખ માસનો શુક્લ પક્ષ, તે વૈશાખ માસના શુક્લ પક્ષની દશમીને દિવસે જ્યારે છાયા પૂર્વ તરફ ઢળતી હતી, પાછલી પોરષી બરાબર પૂરી થઈ હતી, સુવ્રત નામનો દિવસ હતો, વિજય નામનું મુહૂત હતું ત્યારે ભગવાન જાંભિક-(જંભિયા)-ગ્રામ નગરની બહાર ઋજુવાલિકા નદીને કાંઠે એક ખંડેર જેવા જુના ચૈત્યની બહુ દૂર નહીં તેમ બહુ પાસે નહીં એ રીતે શ્યામક નામના ગૃહપતિના ખેતરમાં શાળાના વૃક્ષની નીચે ગોદોહાસને ઊભડક બેસીને ધ્યાનમાં રહેલા હતા. ત્યાં એ રીતે ધ્યાનમાં રહેતા તપ અને આતાપના દ્વારા તપ કરતા ભગવાનને છ ટંક ભોજન અને પાણી નહીં લેવાનો છટ્ટનો તપ કરેલો હતો, હવે
TITI