________________
. ગત સાલ અત્રે રોષકાળમાં બિરાજમાન પૂ. સાધ્વીજી શ્રી ઉદયપ્રભાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સામુદાયિક રીતે ૩૭ આરાધકોએ વરસીતપ ઉચ્ચરી આરાધનાનો પ્રારંભ કરેલ અને સંઘમાં પણ ભક્તીપૂર્વક આરાધનાઓ કરાવતા આરાધના સુંદર રીતે ચાલી રહેલ છે. ત્યારેજ અમોને પ.પૂ. આચાર્યદેવ શ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના ચાર્તુમાસનો લાભ પ્રાપ્ત થયો. તેમના વાણી પ્રભાવથી સકલસંઘમાં જાગૃતિનો સંચાર થયો. અને આ ગ્રંથના પ્રકાશન માટે તેઓશ્રીની અમોને પ્રેરણા પ્રાપ્ત થઈ. (ા ઘણા વર્ષો પૂર્વે પૂ.સ્વ. આગમ પ્રભાકર પુણ્યવિજયજી મ.સા. સંપાદિત એવો આ ગ્રંથ સારાભાઈ નવાબ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ આ છે ગ્રંથ બાળજીવોને સહજ રીતે સમજાય તેવી સરળ ભાષામાં ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરવાની પૂજ્યશ્રી પાસેથી પ્રેરણા મળતા અમારા શ્રી સંઘે સહર્ષ તેનો સ્વીકાર કરી શ્રી સંઘના જ્ઞાનદ્રવ્યનો સુંદર ઉપયોગ કરી આ ગ્રંથ પ્રકાશીત કરવાની તક ઝડપી લીધેલ છે.
અમારા સંઘમાં પૂજ્યશ્રીના પ્રવેશ દિનથીજ ઉલ્લાસમય વાતાવરણ સાથે તપશ્ચર્યાઓના તોરણો બંધાયેલ ચાર્તુમાસ દરમ્યાન વિશિષ્ટ અને વિવિધ તપશ્ચર્યાઓ થવા પામેલ, યુવાશિબિરો તથા બાલશિબિરોના આયોજનો થયેલ સંઘમાં ધર્મબીજ તથા સંસ્કાર બીજના આરોપણો થયેલ સંઘપ્રમુખે પર્યુષણ પૂર્વેજ અઠ્ઠાઈની આરાધના કરી આરાધનામાં અનેરો રંગ પૂરેલ ચાર્તુમાસ દરમ્યાન જિનેન્દ્રભક્તિ મહોત્સવો, વિવિધ પૂનો, સાંકળી અટ્ટમો, ૧૦૮ પાર્શ્વપ્રભુ આરાધનાતપ, વર્ધમાનતપના પાયા, અક્ષયનિધી તપ, ચોસઠ પ્રહરી પૌષધો, સામૂહિક વરસિતપના આરાધકો તથા અન્ય આરાધકોની એકાસણા-બિયાસણાની ભક્તિ આદિ ઉમંગ પૂર્વક કરવામાં આવેલ. ( સોનામાં સુગંધ એટલે બહેનોને આરાધના માટે ઉપાશ્રયની આવશ્યકતા જણાતા તે માટે પ્રેરણા કરવામાં આવેલ અને બહેનોએ ઉપાશ્રયના નિર્માણ માટે સારો પ્રતિસાદ આપી સુવર્ણદાનની જાહેરાત કરી સોનાનો વરસાદ વરસાવેલ.
છે
. કારણ
કેદમાં,