________________
55.
)
વિશેષમાં અમારા સંઘમાં સતત ૩૫ વરસ સુધી યોગદાન આપી પાઠશાળાનું સુંદર સંચાલન કરી, સુસંસ્કારોનું સિંચન કરી, અનેક આત્માઓને ચારિત્રના પંથે વાળનારા અમારા સંઘના પરમ ઉપકારી અધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈએ પણ બે વર્ષ અગાઉ ચારિત્ર ગ્રહણ કરી, અમારા સંઘના ઉદ્ધાર માટે પૂ. ગુરૂભગવંતો સાથે અત્રે પધારી શાસન પ્રભાવના કરેલ છે. અમારા સંઘમાંથી અનેક મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે અત્રેના ત્રણ મુમુક્ષોના દીક્ષા મૂહૂર્તા જાહેર થયેલ અને તેઓના બહુમાન કરવામાં આવેલ.
ચાતુર્માસ બાદ અનંતલબ્લિનિધાન પૂ. ગુરૂગણધર ગૌતમસ્વામીજીની પ્રતિમાની ઉત્સાહપૂર્વક ગોખલામાં સ્થાપના કરવામાં આવેલ.
પૂજ્યશ્રીનું ચાર્તુમાસ ઘણુંજ પ્રભાવનામય થયું જે આ ચાર્તુમાસ અમારા સંઘ માટે ચિરસ્મરણીય બની રહેશે. પૂજ્યશ્રીની પ્રેરણાથીજ અમારા સંઘને આ મહાનગ્રંથ પ્રકાશિત કરવાનો લાભ પ્રાપ્ત થયો. આ ગ્રંથના વાંચન સમયે શાહપુરી સંઘને સદાય લાભ મળતો રહેશે. પૂજ્યશ્રીની કૃપા સદાય અમારા સંઘ પર વરસતી રહે, એજ અભ્યર્થના.
લી. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ શાહપુરી-કોલ્હાપુર
પદારીથી મારી
* /
મી
3 . !
= =
. લાવા AN
પર
બાં