________________
Y
€ €
બાંધીને ઉત્તમ શુક્લધ્યાન વડે આઠ કર્મશત્રુઓને મસળી નાખજે, અપ્રમત બનીને હે વીર ! તું ત્રણલોકના રંગમંડપમાં વિજયપતાકાને વરજે-મેળવજે, તિમિર વગરનું ઉત્તમ કેવલવરશાન પામજે, જિનવરે ઉપદેશેલા સરળ માર્ગને અનુસરીને
તું પરમપદરુપ મોક્ષને મેળવજે. પરીષહોની સેનાને હણીને હે ઉત્તમ ક્ષત્રિય ! ક્ષત્રિયનર પુંગવ ! તું જય જય-જે જેકાર મેળવ. બહુ દિવસો સુધી અને બહુ પક્ષો સુધી, બહુ મહિનાઓ સુધી, બહુ ૠતુઓ સુધી, બહુ અયનો સુધી અને બહુ વર્ષો સુધી પરીષહો અને ઉપસર્ગોથી નિર્ભય બનીને ભયંકર અને ભારે બીહામણા પ્રસંગોમાં ક્ષમાપ્રધાન થઈને તું વિચર અને તારા ધર્મમાં એટલે તારી સાધનામાં વિઘ્ન ન થાઓ; એમ કહીને તે લોકો ભગવાન મહાવીરનો જય જય નાદ ગજવે છે. [૧૧૩] ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર હજારો નેત્રો વડે જોવાતા જોવાતા, હજારો મુખોવડે પ્રશંસાતા પ્રશંસાતા, હજારો હૃદયોવડે અભિનંદનો પામતા પામતા, ભગવાનને જોઈને લોકો એવા મનોરથો કરવા લાગ્યા કે અમે આમના સેવક થઈને રહીયે
સારું એ રીતે હજાર જાતના મનોરથો વડે વિશેષ ઈચ્છતા ઈચ્છાતા, ભગવાનનાં કાંતિ
અને રુપગણને જોઈને સ્ત્રીઓ ‘આવો અમારો ભરથાર હોય તો કેવું સારું' એ રીતે તેમની સામે વારંવાર જોઈને મનમાં
ઈ
ઈ
BIG DO