________________
પ્રાર્થના કરવા લાગી અર્થાત્ કાંતિ અને રૂપગુણને લીધે ભગવાન એ રીતે પ્રાર્થના પ્રાર્થતા અને હજારો આંગળીઓ વડે ભગવાન દેખાડાતા દેખાડાતા તથા પોતાના જમણા હાથ વડે ઘણાં હજાર નરનારીઓના હજારો પ્રણામોને ઝીલતા ઝીલતા ભગવાન એ રીતે હજારો ઘરોની હારની હાર વટાવતા વટાવતા વીણા, હાથના રાસડા, વાજાંઓ, અને ગીતોના ગાવા બજાવાના મધુર સુંદર જય જય નાદ સાથેના અવાજ સાથે એ રીતે મંજુ મંજુ જય જય નાદનો ઘોષ સાંભળીને ભગવાન બરાબર સાવધાન બનતા બનતા પોતાનાં છત્ર ચામર વગેરેના તમામ વૈભવ સાથે, તમામ અંગેઅંગે પહેરેલાં ઘરેણાંઓની કાંતિ સાથે, તમામ સેના સાથે, હાથી ઘોડા ઊંટ ખચ્ચર પાલખી માના વગેરે તમામ વાહનો સાથે, તમામ જનસમુદાય સાથે, તમામ આદર સાથે તમામ ઔચિત્ય સાથે, પોતાની તમામ સંપત્તિ સાથે, તમામ શોભા સાથે, તમામ પ્રકારની ઉત્કંઠા સાથે, તમામ પ્રજા એટલે વાણિયા શૂદ્રલોકો ગરાસીયા બ્રાહ્મણ વગેરે અઢારે વર્ષો સાથે, તમામ નાટકો સાથે, તમામ તાલ કરનારા સાથે, બધા અંતઃપુર સાથે, ફૂલ વસ્ત્ર ગંધ માળા અને અલંકારની તમામ પ્રકારની શોભા સાથે | B તમામ વાજાંઓના અવાજના પડઘા સાથે એ રીતે મોટી ઋદ્ધિ, મોટી ઘુતિ, મોટી સેનાં, મોટાં વાહનો, મોટો સમુદાય અને