________________
આભૂષણેથી પ્રભુના શરીરને અલંકૃત કરી સ્વર્ગની પણ લક્ષમીને તૃણની જેમ ગણતાં ઈદ્રાદિ દેવે, સંસારરૂપી રંગભૂમિમાં અનાદિ કાળથી નાચતાં એવા અમારે નાચ હવે આપની પાસે નાચવાથી બંધ થાય એ ભાવનાથી ગીત-નૃત્ય કરે છે. ત્યારબાદ સૌધર્મેન્દ્ર ભગવાનને ગ્રહી માતાની આગળ લાવી મૂકી દે છે. અવસ્થાપિની નિદ્રા સંહરી બત્રીશ કોડ કનક, મણિ, માણેક તેમજ વસ્ત્રોની વૃષ્ટિ કરી, પ્રભુના અંગુઠામાં અમૃતસ્થાપી, પાંચ અપ્સરાઓને ધાવમાતા તરીકે સ્થાપી “પ્રભુ માતા શું જે ધરે ખેદ, તસ મસ્તક થાશે છે” આ પ્રમાણે ઉર્દૂષણ કરાવી, નંદીશ્વરદ્વીપમાં અઠ્ઠાઈ મહોત્સવ કરી બધા ઈન્દ્રાદિ દેવો પોત પોતાના કલ્પમાં (સ્વર્ગમાં) ચાલ્યા જાય છે.
વધામણુંક પરમતારક શ્રી જિનેશ્વર ભગવતેને લેકેરમ
ગ્રહસ્થાચાર, પ્રભાતે દાસી મહારાજાને પુત્રની વધામણ આપે છે કે, “રત્નગર્ભા દેવીએ કુળમાં પ્રદીપતુલ્ય પુત્રરતનને જન્મ આપે છે.”—આ સાંભળી અતિશય આનંદને અનુભવતાં મહારાજા મુગુટ સિવાયના તમામ અલંકારે તેને ભેટ આપે છે. એના દાસત્વને ઉચ્છેદ કરે છે અને કૌટુંબિક પુરુષને બોલાવી આખા નગરમાં અભૂતપૂર્વ મહોત્સવ કરવા આજ્ઞા આપે છે.. બંદીવાનનાં બંધને તેડી છોડી દેવામાં આવે છે. સ્થાને સ્થાને રાજા તરફથી મહાદાન આપવામાં આવે છે. નગરજને પણ આ સમાચાર સાંભળી હર્ષપૂર્વક ભેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org