________________
॥ ૩ ॥
Jain Education Inter
પ્રકાશકીય નિવેદન
‘જૈન સાહિત્ય વિકાસ મંડળ’ના સંસ્થાપક અને પ્રાણરૂપ અધ્યક્ષ શેઠશ્રી અમૃતલાલ કાલીદાસ દોશી, પરમેોપકારી મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના અતેવાસી મુનિશ્રી જમ્મૂવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યા. ધર્માનુરાગ, સ ંશોધન કાર્ય માટેની ધગશ તથા શ્રુતભક્તિના સમાન ગુણા તે માટે પરસ્પર આકર્ષણનું કારણ બન્યા. જેમ જેમ તે વચ્ચે સંપર્ક વધતો ગયો તેમ તેમ સ્વાભાવિક જ ગ્રંથૈાના સંશોધન સંપાદનનું કાર્ય ઉત્તરોત્તર વિકાસ પામતું ગયું. એ વિરલ વ્યક્તિના સહકાર જૈન ધાર્મિક સાહિત્યના ક્ષેત્રે અનન્ય યોગદાનનું કારણ બન્યો, ‘નમસ્કાર સ્વાધ્યાય (પ્રાકૃત તથા સંસ્કૃત વિભાગો )’, ‘ સૂરિમંત્રકલ્પસમુચ્ચય (બે વિભાગ )’, ‘ સર્વસિદ્ધાન્તપ્રવેશક ’ વગેરે ઉત્તમ ગ્રંથો પ્રકાશિત થયા.
શેઠશ્રી અમૃતલાલભાઈના ધ્યાન તથા ચાગના વિષયમાં સ્વાધ્યાય તથા તે પ્રત્યેના અનુરાગ અંગે મુનિરાજશ્રી જમ્મૂવિજયજી મહારાજ સાહેબે પ્રસ્તાવનામાં ભાવપૂર્વક ઉલ્લેખ કર્યાં છે. જૈન સિદ્ધાન્ત અનુરૂપ આચાર તથા યૌગિક ક્રિયાઓની પ્રરૂપણા કરતા એવા ભારતીય યોગવિષયક સાહિત્યમાંથી, જૈન સમાજ જેને માટે સકારણ ગૌરવ લઈ શકે તેવા આકર ગ્રન્થ તરીકે, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત સટીક ‘યોગશાસ્ત્ર’નું સંશોધન કરવું, એવો નિર્ણય તેઓએ કર્યાં. મુનિરાજશ્રી જમ્મૂવિજયજી મહારાજ સાહેબે આત્મીયભાવથી આ કાર્યભારના સ્વીકાર કર્યાં.
આ સંશોધનના ફળસ્વરૂપ, અધ્યાત્મ ઉપનિષરૂપ સ્વપજ્ઞવૃત્તિ વિભૂષિત ‘ચેોગશાસ્ત્ર ’ જે આ તૃતીય વિભાગના પ્રકાશનથી સંપૂર્ણ થઈ રહ્યું છે તે – પ્રકાંડ વિદ્વાન મુનિશ્રી જમ્મૂવિજયજી મહારાજ સાહેબની ઉત્કટ સાધનાનું ઉત્તમ પરિણામ છે.
યોગસાહિત્યરૂપી સમુદ્રનું મંથન કરીને, પરાથે જે અસભર ‘નવનીત’ના સંચય અત્રે એકત્ર થયા છે તેનું ઋણ માત્ર ‘જૈન સાહિત્ય વિકાસ મંડળ’ જ નહીં પણ, જૈન સમાજ વીસરી શકે નહીં. આવા પૂજ્ય સાધુ ભગવંતાનો સુયોગ-સહયોગ જે અમારી સંસ્થાને પ્રાપ્ત થયા છે તે મહાપુણ્યના ઉદયથી સંભવે છે.
For Private & Personal Use Only
8888888888:
॥ ૩ ॥
w.jainelibrary.org