________________
કિagallia-asalaaBhaણામાકાણા
પ્રકાશકીય નિવેદન આ સંસ્થાના સંસ્થાપક સ્વ. શેઠશ્રી અમૃતલાલભાઈ જૈનદર્શન અને આધ્યાત્મિક સાહિત્યના બથત વિદ્વાન હતા. તેઓ વિલુપ્ત થતા અને અનુપલબ્ધ શ્રુતજ્ઞાનને સંશોધન કરી છપાવી સમાજ (સંઘ)ને પહોંચાડવું એમ ઇચ્છતા હતા.
આ હેતુથી તેમણે સન ૧૯૪૮માં “જૈન સાહિત્ય વિકાસ મંડળની સ્થાપના કરી અને સંશોધનકાર્યની શરૂઆત કરી. | પિતાની દેખરેખ નીચે કેટલાય ગ્રંથ સંસ્થા દ્વારા પ્રકાશિત થયા.
ગ, મત્ર અને ધ્યાન આદિ વિષયમાં તેઓશ્રીની વિશેષ રુચિ હતી. આ કાર્યમાં તેમને વિદ્વાન આચાર્ય ભગવંત અને અન્ય સાધુ ભગવંતને સાગ મળતો રહ્યો.
ગશાસ્ત્રના સંશોધન અને સંપાદન કાર્ય માટે તેઓશ્રીને પૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના શિષ્ય તથા આ વિષયના પ્રકાંડ વિદ્વાન મુનિરાજશ્રી જૈમૂવિજયજી મહારાજને સંપૂર્ણ સહારે મળે અને ચાર વર્ષ પહેલાં સન ૧૯૭૭માં શ્રી હેમચંદ્રાચાર્યકૃત થોગશાસ્ત્ર (સ્વપજ્ઞવૃત્તિયુક્ત) પ્રથમ ભાગ બે પ્રકાશ પ્રકાશિત થયો. આજે હવે બીજો ભાગ જેમાં ત્રીજો અને એ પ્રકાશ છે તે પ્રકાશિત કરતાં અત્યંત પ્રસન્નતા જ નહિ પરંતુ શ્રી અમૃતલાલભાઈ દ્વારા પ્રજિત કાર્યને એક બીજો તબક્કો પૂરો થાય છે તેને સંતોષ અનુભવીએ છીએ.
ત્રીજો ભાગ જેમાં બાકીના આઠ પ્રકાશ આવશે, તેનું મુદ્રણકાર્ય ચાલુ છે. આશા રાખીએ છીએ કે ટૂંક સમયમાં ત્રીજો ભાગ પ્રકાશિત થઈ જશે. આ રીતે શ્રી હેમચંદ્રાચાર્ય કૃત (પત્તવૃત્તિયુક્ત) થગ શાસ્ત્રનું પ્રકાશન પૂર્ણ થશે.
For Private & Personal Use Only
ને રૂ
Jain Education Intera
***
ww.jainelibrary.org