SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ स्वोपक्षકુતિविभूषितं અને સુધર્મ સાથે કુધર્મનાં લક્ષણે દર્શાવ્યાં છે, જેથી સુદેવ ગુરૂ અને સુધર્મને ઓળખી, તેના ઉપર શ્રદ્ધા કરી સમ્યકત્વને સ્વીકાર કરી શકાય, સમ્યક્ત્વનાં ૫ ચિહને, ૫ ભૂષણે તથા ત્યજવાનાં ૫ દૂષણે સમજાવ્યા છે. તે પછી બાર વતે પૈકી પાંચ અણુવ્રતા સમજાવ્યાં છે. प्रस्तावना | ૮ | સમનવતાં, હિંસા ત્યજવા માટે વિક જણાવતી વિસ્તૃત માહિંસા કર ૮ || - ૧ લા અણુવ્રત (અહિંસા) નું સ્વરૂપ સમજાવતાં, હિંસા ત્યજવા માટે વિવિધ પ્રકારને ઉપદેશ આપ્યો છે તેથી માંસાહારી હિંસાની નિકા કરી છે. હિંસા કરનાર સૃભૂમ અને બ્રહ્મદત્ત ચવર્તીને નરકમાં જવું પડયું તે જણાવતી વિરતૃત કથાઓ આપી છે. કુલ કમથી પણ ચાલી આવેલી હિંસાને ત્યજનાર કાલસૌકરિક કસાઈના પુત્ર સુલસની પ્રશંસાત્મક કથા વિસ્તારથી આપી છે. હિસી કરનારને ઈંદ્રિયદમન, દેવ અને ગુરૂની ઉપાસના, દાન, અધ્યયન, તપ વગેરે સર્વ ગુણે નિરર્થક જણાવ્યા છે. શાસ્ત્રાને નામે કરાતી lહસો તથા આવી હિંસાના ઉત્તેજક અને ઉપદેશક શાસ્ત્રો રચનારની નિંદા કરી છે. શિકારીઓ દ્વારા કરાતી હિંસા, લૌકિક શ્રાદ્ધાદિમાં થતી હિંસા, દેવને ભેટ ધરવાના અને યજ્ઞમાં હવન કરવાના બહાને તથા વિન-શાંતિ માટે કરાતી હિંસા, વગેરે સર્વ પ્રકારની હિંસા વર્જનીય જણાવી છે. તથા અહિંસાની સ્તુતિ કરીને તેનાથી પ્રાપ્ત થતાં અનેક શુભ ફલે વર્ણવેલાં છે. ૨ જા અણુવ્રત (સત્ય) નું સ્વરૂપ સમજાવતાં, અસત્યનાં અશુભ ફલે આ લોક અને પરલોકમાં કેવી રીતે ભેગવવાં પડે છે, તે ઉપર શુભ ફલ વિષે કાલકાચાર્યની અને અશુભ ફલ વિષે વસુરાજની કથા આપી છે. સત્ય હોવા છતાં જે પરપીડાકારક હોય તે ખરેખર સત્ય જ ન કહેવાય આ પ્રસંગમાં, પરપીડાકારી સત્ય બેલનાર અને અતિ દુર્ગતિમાં જનાર કૌશિક તાપસની કથા આપી છે તથા અસત્ય બોલનારની નિંદા અને સત્ય બોલનારની સ્તુતિ કરવામાં આવી છે. ૩ જા અણુવ્રત (અચૌર્ય) નું સ્વરૂપ સમજવતાં અપેક્ષાએ હિંસા કરતાં પણ ચોરીમાં અધિક દોષ બતાવ્યો છે. ચોરી કરનાર મંડિક ચેર અને ચોરીને ત્યજનાર રૌહિણેય ચારની કમસર અશુભ-શુભ ફળ દર્શાવનારી કથા જણાવી છે. Jain Education Intern For Private & Personal Use Only jainelibrary.org
SR No.600012
Book TitleYogashastram Part_1
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year
Total Pages502
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy