SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दौ ४१ Jain Education International મળ્યો હતો તેમને પણ આ પ્રસંગે ખૂબ સદ્ભાવથી સ્મરણ કરૂં છું. મારા અત્યંત વિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી તથા તેમના શિષ્ય મુનિશ્રી પુંડરીકરત્નવિજયજી અનેક રીતે મને બધા કાર્યોમાં ખડે પગે સહાય કરી રહ્યા છે. આ પુણ્યકાર્યમાં દેવ-ગુરૂકૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વને મારા હજારો હાર્દિક ધન્યવાદ અને અભિનંદન છે. પરમકૃપાળુ દેવાધિદેવશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા પરમોપકારી પિતાશ્રી અને સદ્ગુરૂદેવ પૂજ્યપાદ પ્રાત:સ્મરણીય મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચરણકમળમાં અનન્તશ: પ્રણિપાત કરીને તેમની પરમકૃપા તથા સહાયથી જ સંપાદિત થયેલા આ ગ્રંથને અહીં ઉપરીયાળા તીર્થમાં વિરાજમાન પરમાત્મા આદીશ્વરદાદાના કરકમળમાં અર્પણ કરીને અને એ રીતે પ્રભુની વાણીને પ્રભુને સમર્પિત કરવા દ્વારા પ્રભુપૂજન કરીને આજે અત્યંત ધન્યતા અનુભવું છું. પાલિતાણામાં આદીશ્વરદાદાના ધામમાં આ ગ્રંથના સંશોધન-સંપાદનનો વ્યવસ્થિત રીતે પ્રારંભ થયો હતો. આજે પણ એ જ દાદાની શત્રુંજય ગિરિરાજ ઉપર પ્રતિષ્ઠાની ૪૬૨મી વર્ષગાંઠનો દિવસ છે. અને અહિં પણ ઉપરીયાળા તીર્થમાં આદીશ્વરદાદા જ મૂળનાયક રૂપે બિરાજે છે. આ બધા યોગાનુયોગથી આજે હું ઘણો હર્ષ અનુભવું છું. વિક્રમ સંવત્ ૨૦૪૯, વૈશાખવિંદ ૬ તા. ૧૧-૫-૯૩ ઉપરિયાળા તીર્થ (જિલ્લો-સુરેન્દ્રનગર) (તાલુકા-દસાડા) Pin-382 765. પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વર પટ્ટાલંકાર– પૂજ્યપાદ આચાર્યમહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વર શિષ્યરત્નપૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજશ્રી ભુવનવિજયાન્તવાસી મુનિ જંબૂવિજય For Private & Personal Use Only પ્રસ્તાવના ૪ www.jainelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy