________________
सवृत्तिके धर्मबिन्दौ
३९
પ્રસ્તાવના
તરફથી વૃત્તિ સહિત ધર્મબિંદુનું પ્રકાશન થયું છે, પણ તે બધાં જ પ્રકાશનો આગમોદયસમિતિથી પ્રકાશિત વૃત્તિસહિત ધર્મબિન્દુના પુનર્મુદ્રણ સમાન જ પ્રાય: છે. એટલે આ ગ્રંથના જૈનસંઘમાં મુખ્ય પ્રચારક તરીકે શ્રી જૈન આત્માનંદસભા તથા પૂ.સાગરાનંદસૂરિજી મહારાજને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
શ્રી જૈન આત્માનંદસભા તથા આગમોદયસમિતિના પ્રકાશનમાં અનેક અનેક સૂત્રોમાં પ્રારંભમાં તથા આવ્યા કરે છે, તેમ જ સૂત્રોના અંતમાં તિ આવ્યા કરે છે. ખરેખર આ શબ્દો વૃત્તિના જ છે. શ્લોક ૧૭ (પૃ. ૮૪), શ્લોક ૩૧, ૩૨, ૩૩ (પૃ. ૧૨૦) તથા સૂત્ર ૫૩૮ (પૃ. ૧૫૮) પછી વૃત્તિમાં ફતિ નથી. તે સિવાય બધે સ્થળે તે તે સૂત્રોને તથા શ્લોકને અવતરિત કર્યા પછી વૃત્તિકાર સૂત્ર તથા શ્લોકના અંતે તિ લખે છે, એટલે અમારા સંપાદનમાં બધાં સ્થળોમાં સૂત્રમાંથી પ્રારંભનો તથા અને અંતનો તિ લગભગ કાઢી નાખીને વૃત્તિના ભાગ રૂપે જ તથા અને તિ ને લીધા છે. મૂળસૂત્રપાઠમાં જ્યાં ત્તિ છે ત્યાં જ અમે સૂત્રમાં તિ રાખ્યો છે. સૂત્રના અંતમાં જ્યાં તિ છે ત્યાં સૂત્રના રૂતિ પછી વૃત્તિકારે પણ તિ ઉમેરેલો છે. એટલે જ્યાં સૂત્રમાં અંતમાં તિ હોય છે ત્યાં સૂત્રનો તિ તથા તે પછી વૃત્તિનો તિ આમ બે રૂતિ હોય છે. જુઓ સૂત્ર ૫૮ (પૃ. ૨૩) તથા સૂત્ર ૨૨૬ (પૃ. ૮૪). માત્ર બે સ્થળ જ અમને એવાં મળ્યાં છે કે જ્યાં સુત્રના અંતે તિ છે, પણ તે પછી વૃત્તિકારે લખેલો બીજે ત નથી. જુઓ સૂત્ર ૧૧ (પૃ ૮) તથા સૂત્ર ૨૪૭ (પૃ. ૯૨). આ બે સ્થળે વૃત્તિમાં માત્ર એક જ તિ છે. પરંતુ આ બે સ્થળે સ્વતંત્ર સૂત્રપાઠમાં પણ તિ હોવાથી વૃત્તિમાં મળતા તિ ને વૃત્તિનો ન ગણતાં અમે સૂત્રના અંશ રૂપે ગણ્યો છે.
શ્રી જૈન આત્માનંદસભા તથા આગમોદયસમિતિ પ્રકાશિત ધર્મબિન્દુ મૂળ તથા તેની વૃત્તિમાં હસ્તલિખિત પ્રતિઓને આધારે અમે ઘણે જ સ્થળે સુધારા-વધારા અમારા સંપાદનમાં કરેલા છે. જિજ્ઞાસુઓએ પોતે જ આવા પાઠો મેળવીને જોઈ લેવા.
પ્રારંભમાં વૃત્તિસહિત ધર્મબિન્દુની કોમ્યુટરથી એન્ટ્રી વડોદરાના સુરેશભાઇ ડાહ્યાભાઈએ કરી હતી. તે પછી પાટણના હેમચંદ્રાચાર્ય જૈનજ્ઞાનમંદિરના વ્યવસ્થાપક વૃજલાલ ત્રિકમલાલ શાહ (વી.ટી.શાહ) ના સુપુત્ર મયૂરભાઇએ આ ગ્રંથને કોમ્યુટરથી પરિશિષ્ટો સાથે વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં ઘણો જ ઘણો શ્રમ લીધો છે. અમે જ્યાં હોઈએ ત્યાં વારંવાર આવીને ગ્રંથને વ્યવસ્થિત તૈયાર કરવામાં બધી રીતે અનુકુળતા કરી છે. તે માટે તેમને ખાસ ખાસ ધન્યવાદ ઘટે છે.
ઝીંઝુવાડાના વતની બાબુલાલ કુબેરદાસ ગાંધીના સુપુત્ર નવીનચંદ્રભાઇએ અમદાવાદની તેમની ઓફીસમાં લેસર પ્રિન્ટર તથા મુદ્રણ આદિની વ્યવસ્થા કરી આપીને કોમ્યુટરથી મુદ્રણ કરવાનું અમારું કામ ઘણું ઘણું સરળ કરી આપ્યું છે. તે માટે તેમને પણ ખાસ અભિનંદન છે.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટે જેમની દેખરેખ નીચે અનેક અનેક ગ્રંથો તૈયાર કરીને જગત સમક્ષ મૂક્યા છે. તે તે દુર્લભ-અતિદુર્લભ ગ્રંથોને સુલભ બનાવ્યા છે. તથા જૈન ગ્રંથ ભંડારો આદિને ભેટ આપીને શ્રુતજ્ઞાન પ્રસારનું મહાન પુણ્યકાર્ય કર્યું છે તે સ્વ.પૂ.આ.મ.શ્રી ભુવનભાનુસૂરિજી મહારાજના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org