SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दौ ૩૦ પ્રસ્તાવના તેમણે સાંભરમાં રાજા અર્ણોરાજની સભામાં શૈવ વાદીને હરાવ્યો હતો અને દિગંબરવાદી ગુણચંદ્રની સાથે રાજગચ્છના આ.ધર્મધોષસૂરિના થયેલા વાદમાં આ.ધર્મધોષસૂરિને મદદ કરી હતી અને ગુણચંદ્રને હરાવ્યો હતો. આ.મુનિચંદ્ર શાંત, ત્યાગી, નવકલ્પવિહારી, નિર્દોષ વસતિ અને આહારના ગવેષક તેમજ શ્રીસંઘમાં સૌને માનનીય વિદ્વાન હતા. આ.નેમિચંદ્ર અને આ.મુનિચંદ્ર એ બંનેની વય, દીક્ષા પર્યાય તથા પદસ્થપર્યાયમાં નજીવું આંતરું હોય એમ જણાય છે. ઉપા.આમદેવ એકના દીક્ષાગુરુ તો બીજના દીક્ષાદાયક હશે. બંનેમાં ગુણસામ્યતા અને ગાઢ પ્રેમ હોવો જોઇએ, તેથી જ આ.નેમિચંદ્રસૂરિ પોતાની પાટે સ્થાપન કરેલા આ.મુનિચંદ્રને પોતાના ગુરુભાઇ તરીકે ઉલ્લેખે છે. તેમના આ પ્રેમના કારણે જ આ.પ્રભાચંદ્રના દિલમાં ઈર્ષ્યાનું બીજ આરોપાયું હશે એમ લાગે છે. આ.નેમિચંદ્રસૂરિ સં.૧૧૨૯ થી સં.૧૧૩૯ની વચ્ચે આ.સવદવના હાથે આચાર્ય બન્યા અને તેમણે એ જ વર્ષમાં આ.મુનિચંદ્રને પોતાની પાટે આચાર્ય તરીકે સ્થાપન કર્યા. આ.મુનિચંદ્ર આ.નેમિચંદ્રની આજ્ઞામાં રહીને પોતાના ગુરુભાઇ આ.આનંદ, આ.દેવપ્રભ, આ.માનદેવ તથા શિષ્યો .અજિતપ્રભુ, આ.દેવ, તેમજ આરિત્નસિંહ વગેરેને દીક્ષા, શિક્ષા, તથા આચાર્યપદવીથી અલંકૃત કર્યા. આ બંને આચાર્યોએ આચાર્યપદ પ્રાપ્ત કર્યા અગાઉ અને પછી અનેક ગ્રંથોની રચના કરેલી જાણવા મળે છે. આ બંને આચાર્યો સૈદ્ધાંતિક તરીકે પ્રસિદ્ધ હતા. મહાધ્યયની વીરગણિના સંતાનીય ,યશોદેવની સં.૧૧૭૬ માં રચેલી ‘પિંડવિસોહી' ની ‘સુબોધા' નામક ટીકા (ગ્રં.:૨૮૭) માં ‘શ્રુતમનિકષ પૂજ્ય મુનિચંદ્રસૂરિ' એ પ્રકારના વિશેષણથી ઓળખાવે છે, એટલે તે યુગમાં આ.મુનિચંદ્રસૂરિ શ્રુતની બાબતે સંઘમાં આધારસ્તંભ હતા. તે સમયનો શ્રીસંઘ આ.મુનિચંદ્રસૂરિથી પ્રભાવિત હતો અને પ્રભાવનાનાં કાર્યો આ.મુનિચંદ્રસૂરિની અધ્યક્ષતામાં કરતો હતો. એક શ્રાવકે સં.૧૧૪૯ માં પ્રતિષ્ઠા કરાવી ત્યારે તેણે વાદીભ આ.ચંદ્રપ્રભ વગેરે મોટા આચાર્ય વિદ્યમાન હોવા છતાં આ.મુનિચંદ્રસૂરિને પ્રતિષ્ઠા માટે લઇ જવાની માગણી કરી. આ.ચંદ્રપ્રભને આમાં પોતાનું અપમાન લાગ્યું. તેથી તેમણે સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવે અને પૂનમે પાખી પાળે વગેરે નવી પ્રરૂપણાવાળો ૧..મુનિચંદ્રસૂરિ નવકપવિહારી હતા. (-પર્યુષણાવિચાર)આ.મુનિચંદ્રસૂરિ સાધુનિમિતે બનાવેલી વસ્તિમાં રહેતા નહોતા પણ દરેક વેળા પાટણમાં જદા જુદા પાડામાં જુદી જુદી જગ્યાઓએ રહેતા હતા.(પદ ૧૦૫મું) તેઓ વડગછના હતા. તેઓ પોતાને ચૈન્યવાસીઓમાંથી નીકળેલા નહિં પરંતુ પહેલેથીજ વસતિવાસી માનતા હતા. કેમકે દહેરાસર, પ્રતિમા, પોષાળ અને જૈન વંશો તો વાસી પરંપરાના હતા. ૨,૫પરંપરામાં આ. મુનિચંદ્રસૂરિ, ૪૧ આ. માનદેવસૂરિ, ૪૨ ઓ. યશોદેવસૂરિ, તેમના ઉપદેશથી નાગપાલપુત્ર શેઠ શ્રીધર, તેમના પુત્ર આનંદે દશવૈકાલિકસૂત્રવૃત્તિ લખાવી. ૩, આ. મુનિચંદ્ર સં. ૧૧૭૮માં સુહુમત્યવિચારેલવ- સૂક્ષ્માર્થ સાર્ધશતકની ચૂર્ણિ બનાવી છે અને આ. અને તેના ઉપર સં. ૧૧૭૧માં વૃત્તિની રચના કરી છે, જેમને પં. મુનિચંદ્ર, પં. વિમલચંદ્ર વિગેરે શિષ્યો હતા. 1. આનંદસૂરિ ગૃહસ્થાવસ્થામાં આ.મુનિચંદ્રસૂરિના સગા હતા. આ. રત્નસિંહના પટ્ટધર આ. વિનયચંદ્ર રચેલા મલ્લિનાથ ચરિત્રની પ્રશસ્તિમાં આ.મુનિચંદ્રને સૈદ્ધાંતિક બતાવ્યા છે. Jain Education International Far Private Personal use only www.jane brary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy