SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ मवृत्तिके धर्मबिन्दौ ૨૧ પ્રસ્તાવના આ.ભ.શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનમાં એક મહાન વિભૂતિ રૂપે થઇ ગયા છે. આ.ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજના ગ્રંથો વિષે તેમણે જે અદઘાટન કરીને પ્રકાશ પાડયો છે તે અત્યંત અદભૂત અને ચતુર્વિધ સંઘના ઘટક સર્વેએ ખાસ અત્યંત મનન કરવા લાયક છે. એમનું જીવનચરિત્ર દર્શન-શાન-નાયવિજયરૂપી ત્રિપુટી મહારાજે લખેલા જૈન પરંપરાનો ઈતિહાસ આ પુસ્તકના બીજા ભાગના ચાલીશમાં પ્રકરણ (પૃ. ૪૨૧ થી ૪૨૭) માંથી અહીં આપવામાં આવે છે. આ.મુનિચંદ્રસૂરિ શ્રીમુનિવન્દ્રમુનીન્દ્રો મદ્રનિ સંથાય . (-ગુર્નાવલી, શ્લો.૭૨) આ. યશોભદ્રસૂરિ અને આ. નેમિચંદ્રસૂરિની પાટે સૈદ્ધાન્તિક આ. મુનિચંદ્રસૂરિ થયા. તેમનું બીજું નામ ચંદ્રસૂરિ હોવાનું પણ જાણવા મળે છે. તેઓ બાલબ્રહ્મચારી હતા. તેમનું નામ જ શાંતિક મંત્ર મનાતો હતો. (મુનિ માલની બૃહદ્ગચ્છ-પદ્ય-ગુર્નાવલી) તેમનો જન્મ ડભોઈમાં થયો હતો. તેમના પિતાનું નામ ચિંતક અને માતાનું નામ મોંઘીબાઈ હતું. તેમનું ચિંતકુળ હતું. તેમણે લઘુ વયમાં જ આ.યશોભદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. દીક્ષાના દિવસથી જિંદગીપર્યંત માત્ર ૧૨ વસ્તુઓ જ આહારમાં લીધી હતી. સૌવીરનું પાણી પીધું હતું. છ વિગઈ અને બીજાં ખાવાનાં દ્રવ્યોનો સર્વથા ત્યાગ કર્યો હતો અને આયંબિલનું તપ ચાલુ રાખ્યું હતું. તેઓ ઉપાધ્યાય વિનયચંદ્રના વિદ્યાશિષ્ય હતા. સં. ૧૦૯૪ લગભગમાં તેઓ પોતાના ગુરૂદેવની સાથે પાટણમાં ચૈત્યપરિપાટી માટે પધાર્યા. આ સમયે પાટણમાં ચૈત્યવાસીઓનો ભારે પ્રભાવ હતો. સંવેગી સાધુઓ માટે ઊતરવાને ત્યાં યોગ્ય સ્થાન નહોતાં. પોષાળો બની ન હતી. મુનિશ્રી એક દિવસે થારાપદ્રગ૨છનાં ચૈત્યમાં ભ.ઋષભદેવનાં દર્શન કરી પાસેના સ્થાનમાં નિવાસ કરતા આ.વાદિવેતાલ શાંત્યાચાર્ય પોતાના ૩૨ શિષ્યોને બૌદ્ધદર્શનના પ્રમેયવાદનો વિષય ભણાવતા હતા ત્યાં જઇ તેમને નમસ્કાર કરીને બેસી ગયા. પછી તો એ વિષયનો રસ લાગતા તેઓ નિરંતર દશ દિવસ સુધી ત્યાં ગયા. તેમણે તે પાઠ એકાગ્રતાથી વિના પુસ્તકે અવધારણ કરી લીધો પરંતુ આચાર્યશ્રીના શિષ્યોમાંથી કોઈ એ વિષયને ધારી શક્યા નહીં. આથી આચાર્યશ્રીને ભારે ખેદ ઊપજ્યો. આ જોઇ-જાણી પંમુનિચંદ્ર આચાર્યશ્રીની આજ્ઞા મેળવી દશ દિવસ સુધીનો આપેલો પાઠ કમબદ્ધ કહી સંભળાવ્યો. એ સાંભળી આચાર્યશ્રીએ હષ વેશમાં ઊભાં થઇને મુનિશ્રી મુનિચંદ્રને આલિંગન કર્યું અને કહ્યું : “ખરેખર તું તો ધૂળમાં ઢંકાયેલું બહુમૂલું રત્ન છે. તું મારી પાસે રહીને ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કરી લે.આચાર્યશ્રી જાણતા હતા કે, પાટણમાં સંવેગી મુનિઓને ઊતરવા માટે યોગ્ય સ્થાન નથી. તેમણે ટંકશાળની પાછળ આવેલા શેઠ દોહડિના ઘરમાં ઊતરવાની વ્યવસ્થા કરાવી અને તેમણે છયે દર્શનોનો અભ્યાસ આ.શાંતિસૂરિ પાસે કર્યો. મુનિશ્રીએ પરિશ્રમ વિના છયે દર્શનોને અવધારણ કરી લીધાં. બસ, એ સમયથી સંવેગી સાધુઓને સુલભતાથી વસતિ મળવા લાગી.(જૂઓ પ્રકરણ ૩૭ પૃ.૨૭૦) Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy