________________
सवृत्तिके धर्मबिन्दौ
૨૦
પ્રસ્તાવના
ભોટ(ટિબેટ) દેશમાં ગયા હતા અને ત્યાં તેમનો સ્વર્ગવાસ થયો હતો. આ બધાનો તેમની પરંપરામાં પણ ઇતિહાસ હોય છે. આ બધાના સમયની ચર્ચા દેશ-પરદેશના વિદ્વાનોએ ઘણે સ્થળે કરેલી છે. હમણાં જ યુરોપમાં ઓસ્ટ્રીયાના વિયેનાના વિદ્વાન હૈલ્યુટ કેસરે એક નિબંધમાં વિસ્તારથી કરેલી ચર્ચા અમારા
જોવામાં આવી છે, ધર્મોત્તર-શતરતિ-કમલશીલ વિષે આ નિબંધ છે. જાપાનના Narita નારીટા શહેરની Naritasan Institute તરફથી ઇસ્વીસન ૧૯૯૨ માં પ્રકાશિત થયેલા પુસ્તકમાં આ નિબંધ છપાયો છે. આવી તો ઘણી ઘણી ચર્ચાઓ વિદ્વાનોએ કરેલી છે. એ જોતાં આ.શ્રી હરિભદ્રસૂરિમહારાજનો સમય વિકમની આઠમી શતાબ્દીમાં કદાચ માનવો પડે. છતાં એક વાત છે. વિદ્વાનોની આ ચર્ચાઓમાં ભિન્નભિન્નતા પણ જોવા મળે છે. એટલે એ વિદ્વાનોએ રજુ કરેલા પ્રમાણો તથા સંભાવનાઓની પુરી ચકાસણી કર્યા પછી જ કોઇ નિષ્કર્ષ ઉપર આવી શકાય. વળી એક વાત એ પણ ધ્યાનમાં લેવી પડે તેમ છે કે નંદીચૂર્ણિની રચના આચાર્ય ભગવાન જિનદાસગણિમહત્તરે શકસંવત્ પ૯૮ (વિક્રમ સંવત્ ૭૩૪) માં કરેલી છે એમ જેસલમેરની નંદિસૂત્રચૂર્ણિની તાડપત્રી પ્રતિ (કમાંક ૪૧૦) ના અંતમાં જણાવેલું છે. તે તે ગ્રંથ ઉપરની ચૂર્ણિની છાયા તે તે ગ્રંથ ઉપરની હારિભદ્રીવૃત્તિમાં અતિ સ્પષ્ટ રીતે જોવા મળે છે. એટલે આના ઉપરથી એમ લાગે છે કે આ.શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિક્રમના આઠમાં શતકમાં વિદ્યમાન હતા. એટલે આ બધા વિશે મારી રીતે સ્વતંત્ર વિચારણા કરવાની મારી ઘણી ઇચ્છા હોવા છતાં અત્યારે આ ગ્રંથના પ્રકાશન પૂર્વે મારા પાસે સમય તથા સામગ્રી ન હોવાથી બીજા કોઇક પ્રસંગે આ વિષે વિચારણા કરવા ભાવના છે. અત્યારે તો બે વિદ્વાન મહાનુભાવોએ આ વિષે જે વિચાર્યું છે તે રજુ કરીને સંતોષ માનું છું.
અમદાવાદની નાગજી ભૂધરની પોળથી પ્રકાશિત થયેલા વૃત્તિ સહિત ધર્મબિન્દુના હિંદીભાષાંતરની હિંદી પ્રસ્તાવનામાં સ્વ.દર્શનવિજયજી મહારાજે(ત્રિપુટી) નીચેના વિચારો રજુ કર્યા છે.
आ० हरिभद्रसूरिजीका समय: अब हम उनके समयके विषयमें जो जो मत प्रवर्तित है उस पर दृष्टि डाल दें और उसमें क्या तथ्य है उसका विचार करें। आ० हरिभद्रसूरिजीके समयके विषयमें विद्वानोमें काफी ऊहापोह हो चूका है। उसमें खास दो मत उल्लेख्य है। एक मतके मुताबिक उनका स्वर्गगमनकाल वि.सं.५८५ बताया जाता है, जिसके प्रमाण इस तरह देते हैं- १. 'पट्टावली' ग्रन्थोंमें यह गाथा मिलती है
पंचसए पणसीए, विक्कमकालाओ झत्ति अत्थमिओ। हरिभद्दसूरिसूरो, भवियाणं दिसउ कल्लाणं ।। 1.On the relationship between Dharmottara, Santaraksita and Kamalasila by Helmut KRASSER. Tibetan Studies, Proceedings of the 5th Seminar of the International Association of Tibetan Studies, NARITA (JAPAN)1989. pp. 150-158. २"शकराज्ञो पंचसु वर्षशतेषु व्यतिक्रान्तेषु अष्टनवतेषु नंद्यध्ययनचूर्णी समाप्ता इति ।" - नन्दीचूर्णि पृ० ८३ ॥
To
For Private
www
Personal use only
Jain Education International
.
library.org