________________
सवृत्तिके धर्मबिन्दी
सप्तमं
परिशिष्टम्
३०४
કરેલા ધર્મરૂપી વૃક્ષને આપે શુભ ભાવના રૂપી જળથી સિંચન કર્યું છે (૨૫) શ્રી ઉદયાચલ પર્વત જેવા ચિંતક શ્રેષ્ઠિનું કુળ જગમાં જયવંતું વર્તો જેમાં જન્મીને આપ ભવ્યજીવો રૂપી કમલને વિકસાવવા માટે સૂર્ય જેવા બનીને અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરનારા થયા (૨૬) (પિતાનો ઉલ્લેખ કર્યા પછી હવે માતાની પ્રશંસા કરે છે) આપની માતાનું મોંધી એવું જે નામ છે, તે બહુ સાર્થક નામ છે. સ્વયંભૂરમણસમુદ્રની ભરતી જેવા જેઓના ઉદર રૂપી છીપ સંપુટમાં મોતી-મણિ જેવા આપ જન્મા, પ્રકટ્યા. (૨૭) (પિતા-માતા પછી હવે જન્મભૂમિ માટે કહે છે)- જ્યાં આપના જન્મ દિવસનો મહોત્સવ થયો તે દર્ભાવતી નગરી (ડભોઈ) સકલ નગરોમાં શિખરરૂપ સદા થાઓ (૨૮) ચિંતામણિ જેવા આપનો જેઓએ શિષ્ય સ્વરૂપે સ્વીકાર કર્યો તે યશોભદ્રસૂરિજી મહારાજ નિર્મળ થશ, અને ભદ્ર-કલ્યાણને પામ્યા છે. (૨૯) (દીક્ષાગુ પછી હવે શિક્ષાગુરુની વાત કહે છે) જેઓની પાસે આ૫-વિધ્યાચલમાં જે રીતે ગજલભ કીડા કરે તે રીતે ક્રીડા કરતા હતા તે શ્રી વિનયચંદ્ર ઉપાધ્યાય જયવંતા વાર્તા (૩૦) (શિક્ષાગુરુ પછી હવે તેમના ગુરુભાઇની વાત કહે છે) જેઓને તમે દીક્ષા અને શિક્ષા આપીને યાવત્ સૂરિપદ સુધી પહોંચાડયા અને જેઓ જગમાં જાણીતા છે તે તમારા ગુરુભાઇ આણંદસૂરિજી વગેરે જયવંતા વાર્તા (૩૧) આ આપનું કુટુંબ અપૂર્વ જ કહેવાય તેવું છે. સંસારરૂપ વેલડીને દવામાં હાથી જેવું આ કુટુંબ છે. (૩૨) આપનું સમગ્ર જીવન સર્વજીવોને આનંદ આપનારું છે. આપને કોઇપણ પદાર્થ ઉપર સ્નેહ-રાગ ન હતો એ વાતનું મારા હૃદયમાં આશ્ચર્ય થાય છે. (૩૩) રાગ થાય તેવા સુન્દર શિખો પ્રત્યે પણ, આપને સ્નેહ મુક્ત જોયા એટલે હું માનું છું કે આપનું હૃદય વજશિલાથી ઘડાયું હશે, નહીંતર આવું ન બને. (૩૪) આપે અગાઉથી જ આપના મરણ સમયને જાણી, શિષવર્ગને બોધ આપીને, અણસણનો સ્વીકાર કર્યો અને એ રીતે આરાધના પતાકા આપે પ્રાપ્ત કરી (૩૫) આપના અંત સમયે, આપ જ્યારે સ્વમુખે, આઠ નવકારનો ઉચ્ચાર કરતા હતા, તે સમયે “બોલો, બોલો’ એમ કહેતા તેઓને (ઉપસ્થિત સંઘને) ધન્ય છે કે જેમણે આપને તિ સ્થિતિમાં] જોયા છે. (૩૬) આપે અણસણ સ્વીકાર્યું, તે જ વખતે કલેશકારી કર્મોની સાથે જ, આપના શ્વાસનું દર્દ, ઉધરસનું દર્દ અને દાહનું દર્દ એ ત્રણે દર્દ ક્ષીણ થઇ ગયાં (૩૭) આપના આયુષ્યનો અંત સમય હતો ત્યારે પણ આપ હેજ પણ વિકળ ન બન્યા ! મહાન પુરુષો સર્વત્ર એકરૂપ જ હોય છે એ વાતને આપે સાચી પાડી. (૩૮) કાર્તિક માસની કૃષ્ણ પક્ષની પંચમી સાચેજ કાળી છે જે દિવસે આપ- સૂર્ય ક્ષેત્રાન્તરમાં જાય તે રીતે- આપ સ્વર્ગવાસી થયા. (૩૯) અગ્યારસો ઇઠયોત્તર નું વર્ષ ! તારા ઉપર કાળ પડો. તેં જ અમારા મુનિરત્નને થશ:શેષ બનાવ્યા (૪૦) હા ! સિદ્ધાન્તરૂપી પિતામહ, હા ! લલિતકાવ્યસંપત્તિરૂપી માતા, હા ! ગણિતવિઘારૂપી સખી, હા ! તfપરમાર્થરૂપી બંધુ, (૪૧) હા ! છંદરૂપી મુગ્ધ પુત્ર !, હા ! અલંકારના અલંકાર, હા ! કર્મપ્રકૃતિપ્રાભૃતરૂપી માતા ! તમે મારી વાત સાંભળો (૪૨) પંડિતોથી પૂજાયેલા મુનિચન્દ્રસૂરિજી મહારાજ જે મારા પિતા હતા તેમને તે નિર્દય એવા વિધાતાએ સ્વર્ગનાં આંગણાના અલંકાર બનાવી દીધા છે. (૪૩) હવે અમૃતના સમુદ્રના ઓડકાર જેવા કોમલ આલાપો ક્યાં ગયા ! અને સુપ્રસન્ન નેત્રવારા તેમનો દષ્ટિપાત હવે ક્યાં (મળશે) (૪) આ પ્રમાણે તમારા વિરહ અગ્નિની જ્વાલાવલિથી કવલિત થયેલી સરસ્વતીદેવી કરૂણ રૂદન કરે છે. (૪૫) હા ! ચારિત્રલક્ષ્મીરૂપી પુત્રી ! તું હવે
૩૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org