SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दौ सप्तमं परिशिष्टम् ३०३ વિબુધો-પંડિતોથી લેવાયેલા ચરણકમલવાળા, પાંચ પ્રકારના જે જ્ઞાનાદિઆચારો છે તે રૂપી કમલોને માટે પદ્મદ્રહ જેવા,(૬) (આ (૫) અને (૬) એમ બે ગાથામાં શૃંખલા યમક છે. એટલે આમાં પૂર્વાર્ધનો છેલ્લો શબ્દ તે ઉત્તરાર્ધનો પહેલો શબ્દ આવે.) કરૂણા રૂપી ગંગાને પ્રકટવા માટે હિમાલય પર્વત જેવા અને નિરવઘ-નિષ્પાપ વાણી માટે મણની ખાણ જેવા, વૈરાગ્ય માર્ગમાં પ્રવૃત્ત થયેલા મનુષ્યને માટે તેને વેગ આપવા માટે રથ જેવા,(૭) પરહિતની ચિંતા રૂપી ચંદનના વનનિયું જેને માટે મલયાચલ જેવા,ગુણીલોકવિષયક બહુમાન રૂપી ઔષધ માટે રોહણાચલ પર્વત જેવા(૮) ચારિત્ર-જ્ઞાન-દર્શનના ફળ મેળવવામાં લોલુપ એવા મુનિઓ રૂપી પશ્ચિમો માટે મેરુપર્વતના વન જેવા, સૂરિવરના છત્રીશ ગુણોને શરીર રૂપે સદા ધારણ કરનાર,(૯) દુર્ધર એવા પરીષહોને, ઇન્દ્રિયોને, અને કષાયોને જીતવાથી માહાત્મને પ્રાપ્ત કરનારા, શાસ્ત્રના પરમાર્થને પ્રકટ કરવાના કારણે સમગ્ર જનના અજ્ઞાનને નાશ કરનારા (૧૦) હિંસાની હિંસા કરનારા, દોષોને દૂષિત કરનારા, રોષ પ્રત્યે દ્વેષ ધરનારા, ગરિમાથી મેરુપર્વતને પણ જીતનારા, એવા મારા ગુરુ મહારાજ શ્રી મુનિચન્દ્રસૂરિજી મહારાજને હું વન્દન કરું છું (૧૧) હે મુનિચન્દ્રસૂરિ મહારાજ હું આપના સૂરિપદના ગુણોનો પાર પામી શકાતો નથી. શું સ્વયંભૂ-રમણ સમુદ્રના પાણીના પ્રમાણને કોઇ જાણી શકે છે ખરું? (ના. નથી જાણી શકતા) (૧૨) આપની બધી પ્રવૃતિ, ભવભીરૂ જીવોને સંતોષ-પ્રેરણા આપનારી હતી. ચિંતામણિરત્ન કોને કલ્યાણ કારક ન નીવડે? અર્થાત્ બધાને કલ્યાણકારક નીવડે, તેમ આપ ચિંતામણિ રત્ન સમાન છો (૧૩) આપશ્રીમાં જે પૈર્ય હતું તેવું બીજે ક્યાંય દેખાતું નથી. લક્ષ્મી દેવી જે કમલ ઉપર વિરાજમાન છે તે કમલની સુગંધી બીજા કમળમાં ક્યાંથી આવે ? (૧૪) માત્સર્યને આપે જે રીતે હણ્યો-કાબૂમાં લીધો તે રીતે બીજાએ કર્યો જાગ્યો નથી. ગહનવનને માહાથી જે રીતે ચૂરી શકે છે તે રીતે સસલો ચૂરી શકતો નથી (૧૫) રોષના દારૂણ દાવાનલને ઉપશમ જલથી આપે ઠારી દીધો હતો, અને અભિમાન રૂપી હાથીને વિનય રૂપી અંકુશ વડે આપે વશ કર્યો હતો, (૧૬) વિષ વેલડી જેવી માયાને તો આપે (સરળતા રૂપી) તીણધારવાળી તલવાર વડે છેદી દીધી હતી (૧૭) અનેક પ્રકારના તરંગોથી વ્યાપ્ત, લોભ રૂપી સમુદ્રને, સંતોષ રૂપી વડવાનલથી, આપે સૂકવી દીધો હતો (૧૮) આ ચાર કષાય સિવાયના જે હાસ્ય રતિ અરતિ વગેરે ભાવશત્રુસ્વરૂપ જે નવ નોકષાય રૂપી સામે આવતા બળવાન હાથીઓ છે તેને ચારિત્ર રૂપી મહામોગરથી આપે હણ્યા હતા. (૧૯) માત્સર્યથી રહિત, પરિહાસથી વર્જિત, ઇન્દ્રિયવિકારથી મુક્ત એવું આપનું જીવનચરિત્ર સદા જગમાં જયવંતું વર્તી (૨૦) આપે આ રીતે સ્વનું-પોતાના આત્માનું તો દોષવર્જન અને ગુણસંપાદન દ્વારા કલ્યાણ સાધ્યું અને બીજા જીવોને- જે જીવોને ભોગની તરસ, અને ખૂજલી પડતી હોય તેવા જીવોને– પરમવૈદ્ય એવા આપે રત્નત્રયી રૂપી ત્રિફળા આપવા દ્વારા નીરોગી બનાવ્યા. (૨૧) ક્રોધાદિ ભાવશત્રુ રૂપી દાવાનલથી બળી ગયેલા ભવ્યજીવોના માનસવનને આપે ધર્મામૃતને વરસાવીને પુનર્જીવિત કર્યા. સ્વસ્થ કર્યા. (૨૨) સુવિહિત સામાચારીની ધરણી જે પ્રમાદના પાતાલમાં ગરક થઇ ગઇ હતી, પુરુષોત્તમ એવા આપે તે સામાચારીને ઉધ્ધરીને પુન: પ્રસ્થાપિત કરી (૨૩) પરમ કરૂણા કરવા પૂર્વક આપે ભવ્યજીવોને એક સાથે જ્ઞાનાદિ રન આપીને નિર્વાણનગરનો માર્ગ પ્રકટ કર્યો-વહેતો રાખ્યો. (૨૪) સ્વર્ગ અને પરંપરાએ મોક્ષફલને આપનાર, શીલ રૂપી ક્યારામાં સ્થાપના ३०३ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy