________________
सवृत्तिके धर्मबिन्दौ
શબ્દ મૂક્યો હોય.
(૩) વિરહ શબ્દ કોઇવાર ભવની પાછળ, કોઇવાર મદનની પાછળ, કોઇવાર પાપની પાછળ એમ મૂકવામાં આવ્યો છે, તેથી એ સૂચિત થાય છે કે સ્વપરને મદન, ભવ અને દુ:ખનો વિરહ થાઓ એવી આશિષ પણ હોય.
વિષયના અર્થને બંધ બેસતી રીતે શોભે તેવી રીતે જ્યાં વિરહ શબ્દ મૂકવો યોગ્ય લાગ્યો, ત્યાં તેમણે મૂક્યો છે. અને કેટલાક ગ્રન્થોમાં છેલ્લી ગાથા કદાચ લોપ પણ થઇ ગઇ હોય, છતાં વૃદ્ધ સંપ્રદાયથી જે જે ગ્રન્થો શ્રી હરિભદ્રસૂરિના માનવામાં આવેલા છે તેમના નામ ઉપર આપેલાં છે.
પ્રસ્તાવના હવે આ ૧૪૦-૧૦-૧૪ પ્રકરણો લખ્યા પછી આ ગ્રન્થોનો વિસ્તાર (ફલાવો) શી રીતે કરવો તે સંબંધમાં વિચાર કરતાં શ્રી હરિભદ્રસૂરિને એક કાર્પાસ નામનો ગરીબ વાણીઓ મળી આવ્યો. આ મનુષ્ય આ જ્ઞાનના વિસ્તારના કામમાં ઉપયોગી થશે એમ શકુન વગેરેથી જાણવાથી તેમણે તેને જૈન ધર્મનો વિશેષ બોધ આપ્યો અને પોતાનો આ પુસ્તકો લખવાનો ઉદ્દેશ જણાવ્યો. તેણે કહ્યું “મારી પાસે ધન નથી, અને તે કામ હું શી રીતે કરી શકું ?' ગુરૂએ કહ્યું “ધર્મ કૃત્યથી તને પુષ્કળ ધન મળશે.” ત્યારે તેણે કહ્યું “જો આમ થાય તો તો હું અને મારા સ્વજનો પ્રભુની વાણી ફેલાવવામાં પુરતો પ્રયત્ન કરીશું.” દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવ વિચારી શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું : “આજથી ત્રણ દિવસે એક પરદેશી વેપારી આવશે તેની પાસે તારે પ્રથમ જઇ સર્વ વસ્તુઓ ખરીદી લેવી, તેમાંથી તને પુષ્કળ ધનનો લાભ થશે. મેં અનેક પુસ્તકો રચ્યા છે, તે તે ધન વડે તારે લખાવવા અને સાધુઓને તારે તે આપવા અને જેમ ફેલાવો થાય તેમ કરવું.” તેણે પણ ગુરૂવચન ઉપર વિશ્વાસ રાખી તે પ્રમાણે કર્યું અને પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું, જેના વડે તેણે તે તે ગ્રન્થોની અનેક પ્રતો લખાવી અને બહુ સારો ફેલાવો કર્યો. તેણે ચોરાશી જિન મંદિર બંધાવરાવ્યાં. કેટલાંક જૂનાં પુસ્તકો જે કાળવાશથી જીર્ણ થઈ ગયાં હતાં, તેનો પણ પુનરૂદ્ધાર તે કાર્પાસ નામના વણિકે કર્યો..
આ પ્રમાણે જ્ઞાનનો વિસ્તાર કરવાનો તેમણે ઉત્તમોત્તમ પ્રયાસ આદર્યો હતો. તેમના જીવનના સંબંધમાં જેટલી હકીકત મળી, તે ઉપરથી આ લેખ લખવામાં આવ્યો છે, કયે સ્થળે ચાતુર્માસ કર્યા, જ્યાં કયાં વિહાર કર્યો, કોના કોના પ્રસંગમાં આવ્યા, તથા બીજી અનેક બાબતો સંબંધી આપણને કાંઇ પણ મળી શકતું નથી કેટલા વર્ષે કાળધર્મ પામ્યા, તે પણ આપણે જાણી શકતા નથી તેમના ચરિત્રલેખક શ્રી ચંદ્રપ્રભસૂરિ છેવટમાં એટલું જણાવે છે કે શ્રુતશાસ્ત્રથી પોતાનો કાળ સમીપ છે, એમ ધારી તેમણે અનશન કર્યું અને છેવટે સમાધિમરણ પામી સ્વર્ગગમન કર્યું.
આવા જૈન ધર્મના એક સ્તંભરૂપ મહાન સૂરિના ચરિત્રના સંબંધમાં આપણને બહુ જ ઓછું જાણવા મળે છે, એ ખરેખર ખેદની વાત છે. છતાં | ૨૮ તેમના ગ્રન્થોના વાંચનથી એટલું તો કહી શકાય કે તે કદાગ્રહી નહિ, પણ સત્યના ઉપાસક હતા. અને જે જે અપેક્ષાએ જ્યાં જ્યાં સત્ય રહેલું હોય તે જણાવવાને તેઓ પ્રવૃત્ત થતા હતા. તેઓ દઢ પ્રતિજ્ઞાવાળા હતા. પોતાની પ્રતિજ્ઞા પાળવાથી માનભંગ થશે, તેની પણ દરકાર નહિ કરતા સત્ય ટેકને તેઓ
Jain Education International
For Private & Personal use only
www.jainelibrary.org