________________
અગાઉ જણાવી ગયા પ્રમાણે ગૃહસ્થાવસ્થાના ૧૬ સંસ્કાર પૈકી વ્રતાપ સિવાયના પર સંસ્કાર-ગૃહસ્થગુરુ (ગૃહ્યગુરુ) કે જેઓ યતિ-ક્ષલકપણે ઓળખાતા હતા, તેઓએ વિધિપૂર્વક કરાવવાના હોય છે. આ ગૃહસ્થગુરુને પણ વિધિ કરાવવા માટે તે પ્રકારની ગ્યતા મેળવવાની હોય છે તેની પણ વિધિ-હવેના બે પ્રકરણ-ઉદયમાં આપવામાં આવી છે. આ યતિક્ષુલ્લકપણે ચુસ્ત બ્રહ્મચર્ય પાળી મહાવતેનું પણ પાલન કરવાનું હોય છે. આ એક પ્રકારની પરીક્ષા છે. કે જે પ્રવજ્યાદીક્ષા માટેનું પ્રમાણપત્ર આપે છે. વૈરાગ્યવાસિત થઈને સંયમમાગે આત્માનો વિકાસ કરવામાં ઉપયોગી છે. જો કે અત્યારના વાતાવરણમાં આ પ્રથા લુપ્તપ્રાયઃ થઈ છે. કોઈક ક્ષેત્રમાં યતિઓ-કે જેઓને શ્રીપૂજય પણ કહેવાય છે તેઓ પણ ઉપરના નિયમને બંધનકર્તા હોય તેવું લાગતું નથી.
પ્રજ્યા માટેની બાબતો નિયમ જિનશાસને ઘણુ જ સરસ રીતે બતાવ્યા છે. જે આત્માઓ પૂર્વ જન્મમાં આરાધના કરીને આવેલાં હોય છે. તેઓને આ જન્મમાં ત્રતપાલન ઘણાં સુલભ થાય છે. અને એટલે જેઓ બાલ્યાવસ્થામાં વૈરાગ્યવાસિત હોય છે તેને માટેની લઘુતમ મર્યાદા આઠ વર્ષની બાંધી છે, એટલે આઠ વર્ષની ઉમરે પણ દીક્ષા ગ્રહણ કરી શકે છે. તેઓ સ્વાભાવિક રીતે જ ઉત્તમ રીતે સંયમપાલન કરે છે. કેટલાક આવા મહાપુરુષેનો ઉલ્લેખ અસ્થાને નહિ ગણાય. પ્રત્રજ્યા પ્રકરણમાં તે જણાવીશું.
Jain Educator
For Private & Personal Use Only
rebrary or