SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ आचारदिनकरः વિધાનમાં આવતુ જે અનંત કરૂણાળુ પરમાત્માની કસુમાંજલિનું વિધાન છે તેમાં અહીં કુસુમાંજલિ આવે છે. પચીસ વખત કુસુમાંજલિ કરવાની હોય છે, પણ પ્રત્યેક વખત એ કુસુમાંજલિ કરતા પહેલા ચિત્તને ભક્તિ ભાવથી ભીજવવાનું હોય છે. તે કાર્ય કરવા માટે કામયાબ પુરવાર થાય તેવા કે તેમણે રચ્યા છે. અદ્દભુત લેટિની રચના છે. જેને ઋષિવાણી (આર્ષવાણી) કહેવાય તેવી એ વાણી છે. પચીસે છંદ જુદા-જુદા છે. નાના-મોટા-પ્રસિદ્ધ અને અપ્રસિદ્ધ ગણમેળ અને માત્રામેળના છંદો અહી પ્રજાયા છે, તે ક્રમશ: આ પ્રમાણે છે–(૧) સ્ત્રગ્ધરા (૨) શાર્દૂલવિક્રીડિત (૩) શિખરિણી (૪) મંદાક્રાન્તા (૫) વસંતતિલકા (૬) માલિની (૭) ભુજગપ્રયાત (૮) વંશસ્થ (૯) ઈન્દ્રવંશા (૧૦) કવિલંબિત (૧૧) રદ્ધતા (૧૨) ઉપજાતિ (૧૩) સંધિવર્ષિણી (૧૪) જગતિજાતિ (૧૫) સ્વાગતા (૧૬) પ્રહર્ષિણી (૧૭) મત્તમયૂર (૧૮) ચન્દ્રાનના (૧૯) પ્રમાણિકા (૨૦) જગતિ (૨૧) ગીતિ (૨૨) ખંધાજાતિ (૨૩) પૃથ્વી (૨૪) અનુપ (૨૫) હરિણી. આ રીતે જે ઇદ છે તેમાં પણ અલંકાર–ર–અને પ્રાસ યમકનું વૈવિધ્ય પાર વિનાનું છે. આ સાડા પાંચ સે શ્લોકના ગ્રન્થને પ્રભુ ભક્તિ મહાકાવ્ય કહેવા લલચાઈ જવાય તેવી ભાષા સેઝવ અને પદ લાલિત્ય યુક્ત અલંકાર મંડિત શૈલીથી અનુપ્રાણિત રસ સમૃદ્ધિ અહીં દેખાય છે. આ ૨૫ કુસુમાંજલિ ઉપર ૫. પાદ સમર્થ વિદ્વાન આચાર્ય મહારાજજી વિજયધુરંધર સૂરિજી મહારાજે વૃત્તિ રસ્યાનું સંભળાય છે, તે વૃત્તિ જે પ્રકટ થાય તે વિદ્વર્ગ ઉપર મહોપકાર થશે આજે હવે આવા પ્રન્થ ઉપર ટીકા લખવાનું સામર્થ્ય કેટલામાં? ટીકા રચવામાં કેટલા બધા શાસ્ત્રોનું નિપુણ જ્ઞાન જોઇએ ? કૃતિ સૌભાગ્યવંતી હોય અને કર્તા સત્ત્વશીલ અને અધિકારી હોય તો જ ધારેલું કાર્ય પાર પડે, કુસુમાંજાલને ઠેસ કાવ્ય કહી શકાય, પરમાત્માની જે અપરિમેય અદ્ભુતતા છે બાહ્ય અને આન્તર જે ગુણસમૃદ્ધિ છે PUSSIT IRI ૬ || Jain Education n ational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600003
Book TitleAchar Dinkar
Original Sutra AuthorVardhmansuri
Author
PublisherJaswantlal Girdharlal & Shah Shantilal Tribhovandas Ahmedabad
Publication Year1981
Total Pages566
LanguageSanskrit
ClassificationManuscript, Ritual_text, & Conduct
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy